મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેરના બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા આદેશ


SHARE







વાંકાનેરના બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા આદેશ

વાંકાનેરના  રોનક સ્ટોનમાં બ્લાસ્ટ થયો હતો અને બે વ્યક્તિના ઇજા થવાના લીધે મોત થયા હતા જે કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે કેસમાં સંડોવાયેલા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદી નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપી હીરેન જગદીશભાઈ અધડુક તથા અન્ય આરોપીઓએ રોનક સ્ટોન ક્રશર નામના ભરડીયાની ઓરડીમાં અનઅધીકૃત રીતે ભરડીયાની ખાણમાંથી પથ્થર કાઢવા માટે વપરાતા જીલેટીન અને ડીટોનેટર વીગેરે વીસ્ફોટક પદાર્થોનો જથ્થો રાખી બેદરકારી દાખવી હતી અને આ વીસ્ફોટક જથ્થામાં કોઈ કારણોસર વીસ્ફોટ થતા આરોપી બીપીન, કનુભાઈને ગંભીર ઈજા થતા મરણ ગયેલ હતા અને સાહેદોને ઈજાઓ થઈ હતી તથા ભરડીયામા પડેલ વાહનોમાં નુકશાન થયેલ હોય તે અંગે વાકાનેર તાલુકા પોલીસે આરોપી હીરેન જગદીશ અધડુક તથા અન્ય આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ તથા ધી એકસપ્લોજીવ એકટની કલમ તથા એકસપ્લોજીવ સબ સ્ટન્સ એકટની કલમ મુજબનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ હતી

આ કેસમાં ફરીયાદ પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદ પક્ષે સાહેદની જુબાનીમાં કેસ બાબતેનો કોઈ પુરાવો જાહેર કરવામાં આવેલ નથી. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેન ડી. અગેચાણીયાની તમામ દલીલો માનીને કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, દીલીપભાઈ આર. અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News