મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઘરમાંથી દારૂની ૨૨ બોટલ સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના રવાપર ગામે ઘરમાંથી દારૂની ૨૨ બોટલ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સદગુરુ સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૨૨ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૮૨૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને એક શખ્સની હાલમાં ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ પહેલા આવેલ સદગુરુ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ઉર્ફે બીકે કાનજીભાઈ ચાવડા જાતે આહિરના રહેણાંક મકાનના દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે એલસીબીની ટીમે તેના ઘરની અંદર દારૂની રેડ કરતા ઘરમાંથી દારૂની ૨૨ બોટલ મળી આવી હોય પોલીસે ૮૨૫૦ ની કિંમતનો મુદ્દામાં કબ્જે કર્યો હતો અને આરોપી ભરતભાઈ ઉર્ફે બીકે કાનજીભાઈ ચાવડા જાતે આહિર રહે સદગુરુ સોસાયટી-૧ રવાપર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુપીનો રહેવાસી ગેંદાપ્રસાદ સોરાહવા (૩૧) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર બાઈક સ્લીપ થતા વિશાલ વલમજીભાઈ જીવાણી (૩૨) રહે ઘુનડા (ખાનપર) વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News