મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વિઠ્ઠલપર પાસેથી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ પકડાયો


SHARE











 

વાંકાનેરના વિઠ્ઠલપર પાસેથી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની દસ બોટલ અને બિયરના દસ ટીન મળી આવતા પોલીસે દારૂ બીયર અને બાઇક મળીને ૪૪ હજાર રૂપિયાની કિંમતના મુદ્દા માલ સાથે તેની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામના પાટીયા પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી બાઈક નં જીજે ૧૩ એએલ ૭૯૮૨ લઈને એક પસાર થતો હતો તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ૧૦ બોટલો અને બિયરના ૧૦ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૦૦૦ ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો તેમજ ૪૦૦૦૦ ની કિંમતનું વાહન આમ કુલ મળીને ૪૪૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહેશભાઈ કેશાભાઈ મેર જાતે કોળી (૨૪) રહે. હીરાણી તાલુકો થાનગઢ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી

વૃદ્ધનું મોત

મોરબીના લાલપર ગામે રહેતા રામજીભાઈ મોહનભાઈ વિલપરા (૬૨) પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તાત્કાલિક સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે રાજેશભાઈ વિલપરા લઈને આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News