વાંકાનેરમાં ભિક્ષા વૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે શાળામાં ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE







મોરબીના વનાળીયા ગામે શાળામાં ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.  ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણાદાયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું તદુપરાંત વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રત્યેની લાગણી તથા સમગ્ર અભ્યાસ દરમિયાન થયેલા અનુભવો, પ્રતિભાવો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા યુ.એસ. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તેમજ વાલીઓના હસ્તે હોલ ટિકીટ અને મુખ્યમંત્રીના શુભેચ્છા સંદેશાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના શિક્ષણવિદ હાજીભાઈ સુમરા દ્વારા શાળાને પુસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા આ તકે આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 






Latest News