ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

કિશોરીઓ કુશળ બને સુત્રને સાર્થક કરવા મોરબીમાં સશક્ત-સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો


SHARE







કિશોરીઓ કુશળ બને સુત્રને સાર્થક કરવા મોરબીમાં સશક્ત-સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

મહિલાઓ પગભર બને, સમાજમાં સન્માન ભર્યું જીવન જીવી શકે અને બાળપણ તથા યુવાવસ્થાથી જ તેમને મહિલાઓને લાગતી યોજનાઓ અને કાયદાઓની માહિતી મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ‘કિશોરીઓ કુશળ બને’ તેવા સુત્ર સાથે ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા’ઓનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી ઘટક-૧ અને ઘટક-૨ કક્ષાએ આઈસીડીએસ પ્રોગામ ઓફિસરશ્રી ભાવનાબેન ચારોલા તથા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલ, મોરબી ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિશોરી મેળાને કિશોરીઓને તેમના આરોગ્ય, શિક્ષણ અને કાયદા માટે જાગૃત કરવા માટે મહત્વનું ગણાવતાં આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી ભાવનાબેન ચારોલાએ જણાવ્યું હતું કે, અમે કિશોરીઓ તથા મહિલાઓની તમામ સમસ્યાઓ નિવારવા હંમેશા પ્રયત્નશીલ છીએ. આજે મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે ત્યારે મહિલાઓ અને કિશોરીઓ વિવિધ વિભાગ હેઠળની આ યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ મેળવે તેમજ અન્ય જરૂરિયાતમંદ મહિલાઓને આ યોજનાઓની માહિતી આપી તેમને આ યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરે તેવો આ કિશોરી મેળાનો હેતુ છે. આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં આઈસીડીએસ સી.ડી.પી.ઓ. મયુરીબેન ઉપાધ્યાયએ પૂર્ણા યોજનાની માહિતી આપી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં આઈ.ટી.આઈ. મોરબીના સુનિલ પરમારે મહિલાઓને લગતા આઈટીઆઈના વિવિધ કોર્સ અને શિષ્યવૃતિની માહિતી, મહિલા અને બાળ અધિકારી પી.વી.કાતરિયાએ વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા વિધવા સહાય, મહિલા સ્વાવલંબન વગેરે યોજનાઓની માહિતી, મહિલા અને બાળ વિભાગ પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલે મહિલા સશક્તિકરણ તથા મહિલા કઈ રીતે પગભર બની શકે તે માટેનું માર્ગદર્શન, આરોગ્ય વિભાગના બિનાબેનએ પોષક આહાર, એનિમિયા, હિમોગ્લોબીનની તપાસ, મમતા દિવસ વગેરેનું માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે સુપોષિત કિશોરીઓને પોષણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. કિશોરીઓ દ્વારા કરવામાં આવેલા આત્મનિર્ભરતાના પ્રાઈડ વોકે આ કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા મહિલોની લાગતી યોજનાઓ, અભિગમો અને કાયદાઓની માહિતી મહિલાઓએ અને ખાસ કરીને કિશોરીઓને મળી રહે તે હેતુથી સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા આ પ્રસંગે આઈસીડીએસ વિભાગ તથા જિલ્લા વહિવટીતંત્રના અધિકારી અને કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં કિશોરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News