મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

બોર્ડના વિદ્યાર્થીઓને હાઉ નહીં, હળવાશનું વાતાવરણ આપો: મોરબીના ડો.મનીષ સનારીયાની સલાહ


SHARE









બોર્ડના વિદ્યાર્થીઓને હાઉ નહીં, હળવાશનું વાતાવરણ આપો: મોરબીના ડો.મનીષ સનારીયાની સલાહ

આગામી દિવસોમાં ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષા નજીક આવતી જાય તેમ વિદ્યાર્થીઓનું ટેન્શન વધતું જતું હોય છે. અને ઘણી વખત તો પરીક્ષા આપ્યા પહેલા જ પરિણામની ચિંતા શરૂ થઈ જાય છે જેથી કરીને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ બાળકો તથા દાંતની સ્પર્શ હોસ્પિટલ વાળા ડો.મનીષ એ. સનારીયાએ કેટલાક મહત્વના સૂચનો કરેલ છે

તેમણે કહ્યું છેકે, પરીક્ષાનો બિનજરૂરી હાઉ વિદ્યાર્થીઓએ ઉભો કરવો નહિ. અને વાલીઓએ પણ તેના બાળકને સતત પ્રોત્સાહિત કરવા જોઈએ અને કોઈપણ વિદ્યાર્થીએ બિનજરૂરી પરિક્ષાને લઈને સ્પર્ધામાં ઉતરવું નહિ કેમ કે દરેકની યાદશક્તિ સમાન હોતી નથી એટલા જ માટે દરેકના માર્ક એક સમાન આવતા નથી અને વધારે પડતો આત્મવિશ્વાસ રાખવાના બદલે આપણામાં જેટલી ક્ષમતા છે એટલી જ અપેક્ષા રાખવી અને છેલ્લા દિવસોમા તેમજ પરીક્ષા સમયે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ અને પરીક્ષાનું ટેન્શન લેવાનું નહીં અને પૂરતી ઉંઘ કરી લેવાની છે કેમ કે, આખા વર્ષ દરમ્યાન જે મહેનત કરેલી છે ત્યાર બાદ બિનજરૂરી ઉજાગરા કરવાની જરૂર નથી અને જે પેપર આપવાનું હોય તેની જો આયોજન પૂર્વક તૈયારી કરવામાં આવે તો તેમાં ધાર્યું પરિણામ મેળવી શકાય છે

સામાન્ય રીતે વાલીઓ બીજા હોશિયાર વિદ્યાર્થી સાથે તેના સંતાનની સરખામણી કરે છે અને પોતાન સંતાનને ટકા લાવવા માટે ખોટા લક્ષ્યાંકો આપે છે જો કોઈ લક્ષ્યાંક તમારા સંતાનને બાહી આપો તો પણ તે સારું જ પરિણામ લાવશે તેવો વિચાર વાલીઓએ કરવાની જરૂર છે અને વાલીઓએ પોતાના સપનાનો ભાર સંતાનો ઉપર થોપોની કોઈ જરૂર નથી કેમ કે, તમે જે હાંસલ કરી શકયા નથી, તે તમારા પુત્ર પાસે હાંસલ કરાવવા દબાણ કરો નહિ. અને પરીક્ષા આપવા માટે જતાં વિદ્યાર્થીઓને કોઈપણ રીતે ડર લાગે તેવી વાત કરવી જોઈએ નહીં અને પરિક્ષાને તે પણ હળવાશથી લઈ શકે તેવું વાતાવરણ ઘરમાં ઊભું કરવું જોઈએ






Latest News