મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક કારણોસર દવા પી જતા યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં આર્થિક કારણોસર દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ રિલીફનગર વિસ્તારમાં રહેતા રાજ દીપકભાઈ ભંભાણી નામના ૨૪ વર્ષના યુવાને તેના ઘેર કોઈ અજાણી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આર્થિક કારણોસર વધુ પડતી ઊંઘની દવા પી લેવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ સંદીપ શંભુનાથ તિવારી નામના ૩૫ વર્ષીય મજૂર યુવાનને અત્રે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

ફિનાઇલ પી જતા પરિણીતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે રહેતી નિતલબેન મહેશભાઈ સોલંકી નામની ૨૩ વર્ષીય નવ પરિણીતા ગત તા.૩-૨ ના રોજ મોડી રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેના ઘેર ફીનાઇલ પી ગઈ હતી જેથી કરીને તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ સુત્રો તરફથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પીએસઆઇ બી.એમ.બગડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવામાં આવી રહી છે.વધુમાં મળતી માહિતી મુજબ નિતલબેન સોલંકીનો લગ્નગાળો દસ માસનો હોય પોલીસે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

બાઈક સાથે બાઈક અથડાતા ઇજા

મોરબીની પીપળીયા ચોકડી પાસે રહેતા વિક્રમકુમાર લક્ષ્મણસિંહ બારીયા નામના ૨૮ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા તેને શહેરની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે, પીપળીયા ચોકડી નજીક આવેલ  જેકેટી હોટેલ નજીકથી વિક્રમકુમાર બારીયા બાઇક લઈને જતો હતો ત્યારે રસ્તામાં અન્ય બાઇક સાથે તેનું બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં તેને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસે ટ્રકનું સમારકામ કરી રહેલા અહમદભાઈ મુબારકભાઈ અંસારી રહે.મુખતીયાર જી.અમેઠી ઉત્તરપ્રદેશ નામના ૬૨ વર્ષીય વૃદ્ધને બાજુમાંથી પસાર થતા અન્ય ટ્રકના ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને તેમને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીની પીપળીયા ચોકડી પાસે રહેતો નવીન ગૌતમભાઈ નામનો ૨૧ વર્ષનો યુવાન તા.૪-૨ ના રોજ વહેલી સવારે પાંચેક વાગ્યે બાઇક લઈને નવલખી હાઇવે ઉપરથી જતો હતો ત્યારે પીપળીયા ચોકડી પાસે આવેલા લૂંટાવદર ગામના પાટીયા પાસે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જવાથી માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આયુષ હોસ્પિટલે લાવવામાં આવતા અહીંથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરી દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News