ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાજકોટ રેન્જના સૌથી મોટા એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબી જીલ્લામાં રાજકોટ રેન્જના સૌથી મોટા એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે ફેક્ટરીમાં ઓરડી ભાડે રાખીને રાજસ્થાની શખ્સ રહેતો હતો ત્યાં રેડ કરી હતી ત્યારે તેની પાસેથી ૧૩૬.૨૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૩.૬૨ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સહિત કુલ મળીને પોલીસે ૧૪,૧૮,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપીને રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેથી કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
 
મોરબી જિલ્લામાં ધીમેધીમે કરતાં માંગો તે નશીલો પદાર્થ મળે તેવી પરિસ્થિતી હાલમાં જોવા મળી રહી છે તેવામાં મોરબી જિલ્લામાં હવે એમડી ડ્રગ્સ પણ મળતું હોવાનું સામે આવ્યું છે તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમના પી.આઈ દીપક ઢોલને મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ ફેક્ટરીમાં રેડ કરી હતી ત્યારે રૂમમાંથી ૧૩૬.૨૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે એક રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૧૩.૬૨ લાખની કિંમતનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું અને પોલીસે ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી જાતે જાટ (૩૭) રહે. બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી

ત્યાર બાદ પોલીસે તેની પાસેથી લાખોનું ડ્રગ્સ ઉપરાંત ૫૦,૫૦૦ રોકડા, વજન કાંટા બે, એક મોબાઈલ આમ કુલ મળીને ૧૪,૧૮,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તે એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાડમેરમાંથી લઈને આવેલ હોવાનું સામે આવ્યું હતું અને આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ કેસની તપાસ કરી રહેલા એસઓજીના પીઆઇ દ્વારા આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના આગામી તા ૪ સુધી એટ્લે કે છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

જેથી આ નશીલા કારોબારના નેટવર્કના મૂળ સુધી પહોચવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે જો કે, મોરબી જિલ્લામાં દેશી દારૂ, વિદેશી દારૂ, ગાંજો, અફીણ સહિતના નસીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવતું હતું તેની સાથો સાથ હવે એમડી ડ્રગ્સ પણ મોરબી જીલ્લામાં મળવા લાગ્યું છે અને વાંકાનેર તાલુકામાંથી એમડી ડ્રગ્સ સાથે જે શખ્સ પકડાયો છે તે ખરેખર કોની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો છે અને કોને કોને આપે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને મોરબી જિલ્લાના યુવાનોને નશીલા પદાર્થથી દૂર રહેવા માટે પોલીસે અપીલ કરી છે સાથોસાથ આવા નશીલ પદાર્થ અંગેની કોઈ પણ બાતમી હોય તો પોલીસને આપવા માટે અપીલ કરેલ છે






Latest News