મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિરે શિવા દર્શન અને પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવતા દર્શનાર્થીઓ


SHARE







મોરબીના રફાળેશ્વર મંદિરે શિવા દર્શન અને પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવતા દર્શનાર્થીઓ

મોરબી નજીક આવેલ પ્રાચિન રફાળેશ્વર મંદિરે કોરોનાના લીધે બે દિવસીય લોકમેળાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું જો કે, મંદિરના પટાંગણમાં આવેલ પારસ પિપળાને પાણી ચડાવીને લોકો પિતૃ તર્પણ કરવા માટે અને શિવ દર્શન કરવા માટે આવ્યા હતા

રીપુફાલ નામના રાજાએ તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા બાદમાં રીપુફાલેશ્વેર મહાદેવની સ્થાપના કરી હતી જો કેસમયાંતરે નામનો અપભ્રંસ થવાથી હાલમાં આ જગ્યા રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતી છે અને શ્રાવણી અમાસના દિવસે આ મંદિરના પટાંગણમાં આવેલ કુંડમાં ગંગાજી પ્રગટ થાય છે જેથી ત્યાં સ્નાન કરવાનું અને કુંડની બાજુમાં જ આવેલ પારસ પિપળાને એક લોટો પાણી ચડાવવાથી  પિતૃ તર્પણ થાય છે જેથી પિતૃ તર્પણની સાથો સાથ મેળો માણ્વા માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લોકો ત્યાં આવતા હોય છે જો કે, દરવર્ષે જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિર પાસેના મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તેને હાલમાં કોરોનાને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવ્યું હતું જો કે, પ્રાચિન મંદિરમાં દેવાધીદેવ મહાદેવના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવે હતી અને આ જગ્યાનું પિતૃ તર્પણ માટે ખૂબ જ મહત્વ છે માટે શ્રાવણી અમાસના દિવસે પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા 






Latest News