મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્રની બેદરકારીના લીધે ૧૩ હજાર કિલો કઠોળ અને છ હજાર કિલો તેલનો સરકારી જથ્થો સડી ગયો ! : લાલજીભાઈ મહેતા


SHARE











મોરબીમાં તંત્રની બેદરકારીના લીધે ૧૩ હજાર કિલો કઠોળ અને છ હજાર કિલો તેલનો સરકારી જથ્થો સડી ગયો ! : લાલજીભાઈ મહેતા

મોરબીની અમુક રેશનીંગ દુકાનમાં ૨૦૨૦ માર્ચ લોકડાઉન દરમ્યાન ગરીબ માણસોને મફત અનાજ આપવાનું હતુ તે કઠોળ આશરે તેર હજાર કિલો, તેલ આશરે છ હજાર કીલો સડી ગયેલ છે હાલે ખાવા લાયક નથી તેનો નાશ કરવો જોઇએ નહીંતર ફરી આજ અનાજ ગરીબ માણસોને આપશે તો માણસની તંદુરસ્તી પર ખતરો છે આ અંગે નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની મીટીંગમાં અધિકારી તથા ધારાસભ્યને મોરબી શહેર અને અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ માહિતી આપતા જણાવ્યુ છે કેમોરબીમાં વજેપરવીસપરામંગલ ભુવનમહેન્દ્રપરા તથા અન્ય જગ્યાએ ૨૦૨૦ માર્ચમાં જયારે લોકડાઉન થયેલ ત્યારે ગરીબ માણસોને મફત અનાજ આપવા માટે અનાજ ફાળવવામાં આવેલ હતું તે હાલે છેલ્લા દોષ વર્ષથી આશરે તેર હજાર કિલો કઠોળ, છ હજાર કિલો તેલ સડી રહયુ છે. જે ખાવા લાયક નથી આ અનાજ સરકારે તાત્કાલીક નાશ કરવો જોઇએ કારણ કે જો ફરીથી ગરીબ માણસોને સરકાર મફત અનાજ યોજના લાવશે તો આ અખાધ વસ્તુ વિતરણ કરશે અને માણસના આરોગ્ય પર મોટો ખતરો છે પ્રથમ તો આ અનાજ શા માટે ગરીબ માણસોને આપેલ નથી ? તેની તપાસ થવી જોઇએપડતર અનાજ તેલ રાખવાનો હેતુ શું છે ? તે પણ એક ચર્ચાનો વિષય છે આ પ્રશ્ન જયારે ગ્રાહક સુરક્ષા મંડળે અન્ન અને પુરવઠા વિભાગની મીટીંગમાં ચર્ચવામાં આવ્યો તો જાણવા મળેલ કે આ સરકારે ફાળવેલ અનાજ છે આટલો સમય પડતર હોય અને ખાવા લાયકના હોય તો લોબોરેટરીમાં ટેસ્ટ કરાવો તેનો રીપોર્ટ આવે પછી કોર્ટ હુકમ કરે પછી નાશ થઇ શકે આ પ્રક્રિયા કરતાં લગભગ પાંચ વર્ષ ચાલ્યા જાય એટલે છ વર્ષ પછીનો માલ કેવો રહે આ કેવો વહીવટ ? આટલો મોટો જથ્થો ગરીબ માણસને ખાવાના કામમાં પણ ન આવ્યો અને સડી ગયો? કેવી ઘોર બેદરકારી છે આ અંગે પુરવઠાના અધિકારી, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા તેમજ અન્ન પુરવઠાના મંત્રી જયેશભાઇ રાદડીયાને મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને રામભાઇ મંત્રી સવાલ કર્યો છે.

 મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News