મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબી સિવીલમાં જનરલ સર્જન, ગાયનેક  અને હાડકાના ડોકટરની નિમણૂક કરાઇ


SHARE











મોરબી સિવીલમાં જનરલ સર્જન, ગાયનેક  અને હાડકાના ડોકટરની નિમણૂક કરાઇ

મોરબી સિવીલ હોસ્પિટલમાં ગાયનેક, હાડકાના ડોકટર અને જનરલ સર્જનની સરકરમાથી નિમણૂક કરવામાં આવી છે જેથી કરીને ડોક્ટરના અભાવના લીધે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલના જે ડામ લગતા હતા તે હવે નહીં લાગે તેવું મોરબીના સામાજીક કાર્યકરોએ જણાવ્યુ છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચએ અગાઉ મોરબી સીવીલ હોસ્પીટલમાં ડોકટરની ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆતો કરી હતી અને હાલમાં ગાયનેક, હાડકાના ડોકટર અને જનરલ સર્જનની સરકરમાથી નિમણૂક કરવામાં આવી છે જેમ ડો. મીહીર એન. હોથી (દુરબીનથી આધુનીક ઓપરેશન કરશે) જે પ્રથમ વખત મોરબીમાં શકય બનેલ છે અને તેઓ દ્વારા કોથળીના અંડાશય, કોથળીના મોઢાની ગાંઠના, કોથળી મોટી થઇ હોય તો તેનું અને બાળકોનું ન થયા હોય તેનું ઓપરેશન કરાવેલ હોય અને તેનું રીવર્સ ઓપરેશન કરવું વિગેરે ઓપરેશન કરશે આ સરવારના ખાનગી હોસ્પીટલમાં ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ રૂપિયા લેવામાં આવે છે જે સિવિલમાં ફ્રીમાં કરવામાં આવશે તેવી જ રીતે ગાયનેકમાં પણ આ ડોકટર રાત્રીના સમયે પણ ફરજ બજાવશે ઇમરજન્સીમાં પણ ફરજ બજાવશે આ સાથ વિમલભાઇ દેત્રોજા જે જનરલ સર્જન તરીકે ફરજ બજાવવા સિવીલ હોસ્પીટલમાં આવેલ છે જે એપેન્ડીકસ, હરસ, પથરી, ભખંદર જેવા રોગોનું નિદાન કરી આપશે તેમજ હાડકાના ડોક્ટર પણ મોરબી સિવિલમાં મૂકવામાં આવેલ છે જો કે, હોસ્પીટલમાં હજુ ચામડીના ડોકટરની જગ્યા ખાલી પડેલ છે તો ચામડીના ડોકટરની નિમણુંક થઇ જાય તો દર્દીઓને તેની પણ સારવાર ફ્રીમાં મળી રહેશે આ સીવીલ હોસ્પીટલમાં સોનોગ્રાફીના મશીન ધણા લાંબા સમયથી બંધ હોય જે ચાલુ કરવામાં આવે તો તેનો પણ દર્દીઓને લાભ મળશે જેથી તેને તાત્કાલિક ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે






Latest News