મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ કલબ અને તપોવન વિદ્યા સંકુલ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન


SHARE







મોરબી લાયન્સ કલબ અને તપોવન વિદ્યા સંકુલ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન

તપોવન વિદ્યાસંકુલ દ્વારા હર હંમેશા કંઈક નવું કરવાના હેતુથી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા, ભારતના ભવિષ્યનુ વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી અને તપોવન વિદ્યા સંકુલ દ્વારા તપોવન વિદ્યાલય અને નિલકંઠ વિદ્યાલયના ટીચરો માટે બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું આ ટીચર ટ્રેનીંગ વર્કશોપમાં વસંતભાઈ મોવલિયા, ચંદ્રકાંતભાઈ દફતરી, લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રમેશભાઈ રૂપાલા,રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, તપોવન વિદ્યાલયના પ્રમુખ જીતુભાઈ વડસોલા, B.R.C કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા વગેરે હાજર રહ્યા હતા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિન ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ટીચરોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં અવી હતી આ ટ્રેનિંગમા જોડાયેલા ૪૦ જેટલા શિક્ષકોને ૫ સપ્ટેમ્બર-શિક્ષકદિન નિમિત્તે  પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા અને ટીચર ટ્રેનિંગ વર્કશોપના કાર્યક્રમનું સમગ્ર સંચાલન તપોવન વિદ્યાલયના ટ્રસ્ટી અંકિતભાઈ રૈયાણી અને વિજયભાઈ કાચરોલા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News