મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાની બુથ સમીક્ષા બેઠક યોજાઇ


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાની બુથ સમીક્ષા બેઠક યોજાઇ

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી ધીરે ધીરે મજબૂત બની રહી છે અને મોરબી સહિત ગુજરાતના દરેક ગામોમાં પોતાના કાર્યકર્તાઓની ટિમ વિશાળ બની રહી છે ત્યારે ત્યારે આગામી ચૂંટણી પહેલા દિલ્હીના આપના ધારાસભ્યની હાજરીમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાની બુથ સમીક્ષા બેઠક યોજાઇ હતી

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયાની આગેવાનીમાં બુથ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દિલ્હી સરકારના ધારાસભ્ય તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા ઉપસ્થિત રહેલ હતા આ સમીક્ષા બેઠકમાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં જનસંવેદના યાત્રા વિશે તેમજ આગામી સમયમાં આવનાર તમામ ચૂંટણીઓમાં લડાઈ કરવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ બુથો સુધી જપોતાના કાર્યકર્તાની નિમણૂક કરશે. આ બેઠકમાં મોરબી શહેર, મોરબી તાલુકા, હળવદ તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા મીયાણા તાલુકા તેમજ ટંકારા તાલુકાની ટીમ હાજર રહેલ હતી આ બેઠકમાં ૭૦ નવા કાર્યકર્તાઓનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે રશ્મિબેન વરમોરા તેમજ ઉપપ્રમુખ તરીકે જ્યોત્સનાબેન ચૌહાણ અને જ્યોતિબેન પરમારની નિમણૂક કરવામાં આવેલ છે






Latest News