મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર બેઠા પુલ કરવા વિહિપના આગેવાનની સીએમને સૂચન


SHARE







મોરબીની ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર બેઠા પુલ કરવા વિહિપના આગેવાનની સીએમને સૂચન

મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટે મોરબીના સામાજીક કાર્યકર અને વિહિપના આગેવાનસીએમને રજુઆત કરી છે અને મોરબી ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર નવા બેઠા પુલ બનાવવા માટે સૂચન કર્યું છે

મોરબીમાં રહેતા સામાજીક કાર્યકર અને વિહિપના આગેવાન હસમુખભાઈ ગઢવીટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે સીએમને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ઔદ્યોગીક વિકાસને ધ્યાને રાખીને ફરતે રીંગ રોડ બને તો ભારે વાહનોને શહેરમાં આવવાનું જ ન રહે અને બારોબાર તેની નીકળી જશે આવી જ રીતે મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ કરવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે જેમાં જુના સ્મશાનથી ઉમા ટાઉનશીપ, કાલીકા ઘાટથી મહાપ્રભુજીની બેઠક, રામઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ અને ભડીયાદ રોડથી લીલાપર રોડનો સમાવેશ થાય છે અને નગરપાલીકા-જીલ્લા પંચાયત હસ્તકનાં રોડ-રસ્તાના પ્રોજેકટ વહેલી તકે પૂરા કરવા તેમજ નટરાજ ફાટક, ઉમીયા સર્કલ, કુબેરનગર પાસે નવલખી ફાટક પાસે ઓવરબ્રીજ બનાવાની પણ માંગ કરી છે.

મોરબીથી જેત૫૨ અને મોરબીથી હળવદ ફોરલેનનું કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે જો કે, આ કામ વહેલી તકે ચાલુ થાય, છેલ્લા ઘણા વર્ષોથી જુના ઓવરબ્રીજનાં કામ ચાલે છે તે વહેલી તકે પૂરા કરવામાં આવે, ગામોને જોડતાં ગાડા માર્ગ વહેલી તકે આર.સી.સી. બનાવવાનું પણ સૂચન કર્યું છે મોરબીથી રાજય સરકારને ટેકસ બહોળા પ્રમાણમાં આપવામ આવે છે. ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે વહેલી તકે હાલમાં કરવામાં આવેલ સૂચનનું અમલીકરણ કરવામાં આવે તે જરૂરી છે 




Latest News