મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં વળતર ચૂકવવા જયસુખભાઈ પટેલે હાઇકોર્ટમાં કર્યું એફિડેવિટ


SHARE











મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં વળતર ચૂકવવા જયસુખભાઈ પટેલે હાઇકોર્ટમાં કર્યું એફિડેવિટ

આજે હાઇકોર્ટમાં મોરબીના ઝૂલતા પુલ મુદે સુનાવણી થઈ હતી ત્યારે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. તેની સાથે ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી

મોરબીમાં ૩૦ ઓક્ટોબરના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને ઘણા લોકોને ઇજાઓ થયેલ હતી આ ઘટનાને ત્રણ મહિના જેટલો સમય થવા આવેલ છે તો પણ આજ સુધી ઓરેવા ગ્રૂપ કે જેને ઝૂલતા પુલનું સંચાલન આપવામાં આવ્યું હતું તેના જયસુખભાઇ પટેલ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ન હતું પરંતુ હાઇકોર્ટમાં સુઓમોટો અને જાહેર હિતની અરજીની સુનાવણી ચાલી રહી છે. ત્યારે આજે સરકારે હાઇકોર્ટમાં રાજ્યના બ્રિજની સ્થિતિને લઈ જવાબ રજૂ કર્યો છે. જેમાં જણાવ્યુ છે કે, કોર્પોરેશનની હદમાં ૧૬૮ મેજર બ્રિજ છે જેમાંથી ૬૩ મેજર બ્રિજમાં મેજર રીપેરીંગની જરૂર છે. અને પાલિકા વિસ્તારમાં ૩૨ મેજર બ્રિજ અને ૮૧ માઈનર બ્રિજ છે. જેમાં સમયાંતરે રિપેરિંગ કામ કરવામાં આવે છે તો ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલને સુઓમોટો પિટીશનમાં પક્ષકાર તરીકે જોડ્યા છે. અને હાઈકોર્ટે મોરબી પાલિકનો ઉધડો લીધો હતો. અને કહ્યું હતું કે, બ્રિજની સ્થિતિ ખરાબ છે એ ખબર હતી તો પગલા કેમ ન લીધા” અને આજની કાર્યવાહી દરમ્યાન એફિડેવિટ મારફતે જયસુખભાઈ પટેલે નિવેદન આપ્યું છે. જેમાં જયસુખભાઈ પટેલે જણાવ્યુ છે કે, ૧૩૫ લોકોના જીવ ગયાની આ ઘટના ઘણી દુઃખદ છે અને તેનો કોઈ કોમર્શિયલ એક્ટિવિટીનો ઈરાદો ન હતો. જો કે, તે મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર ચૂકવવા માટે તૈયાર છે ત્યારે કોર્ટે આ કેસમાં એવી સ્પષ્ટતા કરી હતી કે વળતરની ચુકવણી કંપનીને તેની જવાબદારીમાંથી મુક્ત કરશે નહીં અથવા તેમને આ ઘટનાને લગતા અન્ય કોઈપણ કાયદામાં તેમની સામેની કોઈપણ કાર્યવાહી કે કેસમાં કોઈ લાભ આપશે નહીં. અને મોટર વ્હિકલ એક્ટ મુજબ પીડિતો અને મૃતકોને વળતર ચૂકવવા માટે ગણતરી કરવાની રહેશે






Latest News