મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને “કેરોસીન મુકત” જિલ્લો બનાવવા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ લેવા અનુરોધ


SHARE







મોરબી જિલ્લાને કેરોસીન મુકતજિલ્લો બનાવવા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ લેવા અનુરોધ

ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૦૮ ના રોજ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦નું અમલીકરણ શરૂ કરાયેલ હોય મોરબી જિલ્લામાં અંત્યોદય યોજના અને બીપીએલ યોજના હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ ધારકોને નજીકની ગેસ એજન્સીમાં આધાર-પુરાવા જમા કરાવવા ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપપરા જણાવ્યુ છે

વધુમાં માહિતી આપતા ઇન્ચાર્જ મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપાપરાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦અંતર્ગત સમગ્ર રાજ્યને કેરોસીન મુકતકરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ છે. આ માટે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦અંતર્ગત મોરબી જિલ્લાના અંત્યોદય તથા બીપીએલ કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલીજી ગેસ કનેકશનનો લાભ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમની નજીકની ગેસ એજન્સીમાં વહેલા તે પહેલાના ધોરણે જમા કરાવવા અને મોરબી જિલ્લાને કેરોસીન મુકતજિલ્લો બનાવવા માટે અનુરોધ કર્યો છે.






Latest News