મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યની મચ્છુ-૪ સિંચાઈ યોજના અને નર્મદાની માળીયા (મી) બ્રાન્ચ કેનાલ માટે અધિકારીઓને તાકીદ


SHARE







મોરબીના ધારાસભ્યની મચ્છુ-૪ સિંચાઈ યોજના અને નર્મદાની માળીયા (મી) બ્રાન્ચ કેનાલ માટે અધિકારીઓને તાકીદ

મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાનાં રાસંગપર ગામ પાસે મચ્છુ નદી પર મચ્છુ- ૪ ડેમ બાંધવા અંગે ચાલતી કાર્યવાહીને વેગવંતી બનાવવા મોરબી - માળીયા (મી)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સિંચાઈ વિભાગમાં ફોલોઅપ કરતા હાલ મચ્છુ-૪ ડેમમાં ડી.ટી.પી. મંજૂરીના સ્ટેજે અને ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડશે અગાઉ આ કામને તાંત્રીક મંજૂરી અપાવવા ધારાસભ્યને સફળતા મળી છે આ સિંચાઈ યોજનાની રાસંગપર, વિરવદરકા અને નવાગામ સહિત ૨૦૦ હેક્ટર જેટલી જમીનોને ઉદવહન સિંચાઈનો લાભ મળશે અને અંદાજે ૪.૭ કરોડના ખર્ચે આ મચ્છુ- ૪ ડેમ બાંધવામાં આવશે જેનો માળીયા (મી) તાલુકાના આ ત્રણ ગામના ખેડૂતોને ઉદવહન દ્વારા સીંચાઈનો લાભ મળશે

વધુમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નર્મદાની માળીયા (મીં) બ્રાન્ચ કેનાલને તાકીદે સાફ કરવા પણ નર્મદા નિગમના મુખ્ય ઇજનેરને તાકીદ કરી છે જે કામ પણ તાત્કાલિક હાથ ધરાશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે આમ , મોરબી - માળીયા ( મી ) વિસ્તારમાં ખેડૂતોને સીંચાઈનો લાભ મળે તે માટે ધારાસભ્ય સતત જહેમત ઉઠાવી રહ્યા છે ચાલુ ચોમાસામાં પણ વરસાદ ખેંચાતા બે વખત નર્મદાની માળીયા (મીં) બ્રાન્ચ કેનાલમાં છે કે, છેવાડાના ગામો સુધી સીંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં પણ સફળ પરિશ્રમ ઉઠાવેલ હતો.






Latest News