મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે કન્ટેનર પલ્ટી મારી ડીવાઇડર પર ચડી ગયું, ચારને ઇજા


SHARE







મોરબીના ટીંબડી પાસે કન્ટેનર પલ્ટી મારી ડીવાઇડર પર ચડી ગયું, ચારને ઇજા

મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે હાઇવે રોડના ડિવાઈડર ઉપર કન્ટેનર ચડી ગયું હતું.મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક સાંજના સમયે મોરબી બાજુ જતું કન્ટેનર અચાનક રોડ ઉપર પલ્ટી મારી ગયું હતું.કન્ટેનર રોડની વચ્ચેના ડિવાઈડર ઉપર ચડી ગયું હોય અને રોડની બંને સાઈડ કન્ટેનર આવી જતા થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર મળેલ નથી.

વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે કન્ટેનર ટ્રક પલટી મારી ગયો હતો જે બનાવમાં જોગેન્દ્રભાઈ બિરાજીભાઈ મુખીયા (૩૬), અભેરૂન મોહમ્મદ ઈસ્માઈલ (૨૬), દીપક લખનમુખીયા (૪૨) અને રાજુ હીરાભાઈ હળવાઈ (૧૮) રહે.બધા કુવાડવા સી.કે.જીન કારખાનામાં વાળાઓને ઈજા પહોંચી હતી જેથી ચારેયને પ્રથમ ટંકારા હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા બાદ ચારેયને વધુ સારવાર માટે રાજકોટ સીવીલે એડમિટ કરાયા હતા.જેથી રાજકોટ ખાતે પોલીસમાં નોંધ થતા ત્યાંથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે મોરબીના માળિયા મિંયાણા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયાથી વાંકાનેર હાઈવે સુધી આવેલ વઘાસીયા ટોલનાકા વચ્ચે ભારે મોટી માત્રામાં ભાર વાહનોની અવરજવર રહે છે અને અનેક જગ્યાએ મુખ્ય હાઇવે અને સર્વિસ રોડ ઉપર ભયજનક વણાંકો હોવાના લીધે તેમ જ મનફાવે તેમ હાઇવે ઉપર ડિવાઈડર તોડીને રસ્તા કાઢવામાં આવ્યા હોવાના લીધે અકસ્માતો સર્જાય છે માટે હાઇવે ઓથોરિટી દ્રારા ખાસ કિસ્સામાં સર્વે કરાવીને એક ગામથી બીજા ગામ સુધી મુખ્ય હાઇવે ઉપર કોઈપણ ગેપ ન રહે અને એક ગામથી બીજે ગામ સુધી હાઇવે ઉપરના તમામ રસ્તાઓ બંધ કરી ગામની મુખ્ય જગ્યાએ સર્કલ બનાવવામાં આવે તો આવા અકસ્માતો નિવારી શકાય તેમ છે.






Latest News