ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને સરકારની કારણદર્શક નોટિસ: ૨૫ મી પહેલા જવાબ આપવા આદેશ


SHARE







મોરબી પાલિકાને સરકારની કારણદર્શક નોટિસ: ૨૫ મી પહેલા જવાબ આપવા આદેશ

મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની ઘટનાને લઈને પાલિકાને સુપરસિડ કરવાની વાતો ઘણા સમયથી કરવામાં આવી રહી છે તેવામાં હાલમાં સરકારે પાલિકાના પ્રમુખને કારણદર્શક નોટિસ આપેલ છે અને આગામી ૨૫ મી તારીખ સુધીમાં જનરલ બોર્ડ બોલાવીને જવાબ આપવા માટેનો આદેશ કર્યો છે જેથી કરીને રાજકારણમાં ગરમાવો આવેલ છે.

મોરબીમાં ઝૂલતો પુલ પાડવાના લીધે ૧૩૫ લોકોએ તેને જીવ ગુમાવ્યા છે ત્યારે આ મુદે હાઇકોર્ટમાં સુઓમોટો અને રીટ પિટિશનની સુનાવણી ચાલી રહી છે બીજી બાજુ આ પાલિકાને સુપરસીડ કરવા માટેની દરખાસ્ત સરકારમાં મોકલાવવા આવી હતી જેથી કરીને હાલમાં સરકારે મોરબી પાલિકાના પ્રમુખને પાલિકાને સુપરસિડ કરવા મામલે કારણદર્શક નોટિસ આપેલ છે અને આગામી તા ૨૫ મી સુધીમાં જનરલ બોર્ડની બેઠક બોલાવીને સરકારમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યુ છે જેથી આગામી તા ૨૫ પહેલા પાલિકામાં જનરલ બોર્ડની બેઠક હવે ફરજિયાત બોલાવવી પડશે 






Latest News