મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: દારૂની ૩૩૭ બોટલો સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE











વાંકાનેરમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: દારૂની ૩૩૭ બોટલો સાથે ત્રણ શખ્સ ઝડપાયા

વાંકાનેર પોલીસે આરોગ્યનગર, પેડક રોડ ઉપર અને પંચશીલ સોસાયટીમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને દારૂની ૩૩૭ બોટલો સાથે ત્રણ શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને આરોપીને પકડીને આ દારૂનો જથ્થો કયાંથી આવેલ છે અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર શહેરમાં આવેલ આરોગ્યનગરમાં રહેતા ભદુભાઈ માનસુરીયાએ દારૂના વેચાણ માટે દારૂનો જથ્થો ઉતાર્યો છે જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી ત્યાંથી દારૂની ૨૨૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૮૯૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ ઉર્ફે ભદુભાઈ કાળુભાઈ માનસુરીયા (ઉંમર ૨૪) રહે. આરોગ્યનગર વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

વાંકાનેરની પંચશીલ સોસાયટીમાં વોકળા પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની બાર બોટલ મળી આવી હોય પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો વાંકાનેરની પંચશીલ સોસાયટીમાં સ્વામિનારાયણ મંદિર પાસે સામે રહેતા રાજુભાઈ ઉર્ફે ડિમ્પલ કૃષ્ણમુરારી યાદવ જાતે યાદવ (ઉંમર ૩૨) નો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી

વાંકાનેર શહેરમાં પેડક રોડ ઉપર નાગાબાવાના મંદિરની સામેના ભાગમાં આવેલ રહેણાક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી જેથી નાગાબાવાના મંદિરની સામેના ભાગમાં રહેતા કમલેશભાઈ જાનકીદાસ દુધરેજીયા જાતે બાવાજી (ઉંમર ૨૪) ના રહેણાંક મકાનની અંદર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૯૭ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૯૮૫૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કમલેશભાઈ જાનકીદાસ દુધરેજીયાની ધરપકડ કરેલ છે






Latest News