મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુદ્ધે ચડેલા બે આખલા બાઇક સાથે અથડાતાં બાઇક સવાર યુવાનને ઇજા થતાં સારવારમાં ખસેડાયો


SHARE







વાંકાનેરમાં યુદ્ધે ચડેલા બે આખલા બાઇક સાથે અથડાતાં બાઇક સવાર યુવાનને ઇજા થતાં સારવારમાં ખસેડાયો

વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ દોશી કોલેજ પાસે બે આખલા બાખડતા હતા અને ત્યથી બાઈક લઈને જતા યુવાન સાથે અથડાયા હતા જેથી કરીને ઈજા પામેલ યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા મનુભાઈ નથુભાઈ સોલંકી (૪૮) નામનો યુવાન વાંકાનેરમાં આવેલ દોશી કોલેજ પાસેથી પસાર થતો હતો ત્યારે રાજકોટ રોડ ઉપર બે આખલા બાખડતા બાખડતા મનુભાઈ સોલંકીના બાઈક સાથે અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે અકસ્માતના બનાવવામાં મનુભાઈ સોલંકીને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક પોલીસની જાણ કરવા માટેની પોલીસે કવાયત હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જયદીપ ભવાનભાઈ સિંધવ (ઉંમર ૧૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જીનલબેન મામદભાઈ સંતવાણી (૩૫), અલ્તાફ અનવરભાઈ ભટ્ટી (૧૫) નૂરબાઈ જૂસબ જામ (૫૦), ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી (૩૫) અને આરીફ અનવરભાઈ ભટ્ટી (૧૬) ને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિજન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News