તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ૫૦ હજાર સામે ૩.૨૫ લાખ લીધા તો પણ ૭૫ હજાર વસૂલવા ધમકી આપનારા બે વ્યાજખોરની ધરપકડ


SHARE











મોરબીમાં ૫૦ હજાર સામે ૩.૨૫ લાખ લીધા તો પણ ૭૫ હજાર વસૂલવા ધમકી આપનારા બે વ્યાજખોરની ધરપકડ

મોરબીની પ્રભુ કૃપા સોસાયટીમાં રહેતા યુવાને ૫૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે ૩.૨૫ લાખ રૂપિયા આપી દીધા હતા તેમ છતાં પણ હજુ વધુ ૭૫૦૦૦ રૂપિયા વસૂલ કરવામાં માટે વ્યાજખોરો દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મૂળ મોરબીના જેતપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર ગામ પાસે પ્રભુ કૃપા સોસાયટીમાં રહેતા અનિલભાઈ હીરાલાલભાઈ કંડિયા જાતે પટેલ (૨૫) એ થોડા દિવસો પહેલા સોહિલભાઈ સુમરા અને ભવ્યરાજસિંહ ગિરિરાજસિંહ ઝાલા રહે. બંને વીરપરડા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, સોહિલ સુમરા પાસેથી તેણે ૫૦૦૦૦ રૂપિયા લીધા હતા અને દરરોજનું ૫૦૦ રૂપિયા લેખે વ્યાજ તેને આપવાનું હતું અને અત્યાર સુધીમાં તેણે ૩.૨૫ લાખ બળજબરીપૂર્વક કઢાવી લીધા છે તેમ છતાં બંને આરોપીઓ ફરિયાદી પાસેથી વધુ ૭૫ હજાર રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા થી પોલીસે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે બંને શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી સોહિલભાઈ દાઉદ સુમરા (૩૦) અને ભવ્યરાજસિંહ ગિરિરાજસિંહ ઝાલા રહે. બંને વીરપરડા વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીમાં ત્રાજપર ખારીમાં રહેતા મહેશભાઈ ધનજીભાઈ રૂદાતલા (૪૦) અને જયંતીભાઈ મગનભાઈ કુલડિયા (૫૧) જતા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા થવાથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના માધાપર ગામે ચબૂતરા પાસે રહેતા તખુબેન હરજીભાઈ દલવાડી (૭૮) બાઈકમાં પાછળના ભાગમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તખુબેન દલવાડીને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબી શહેરમાં માળીયા ફાટક ચોકડી પાસે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકની રફાળેશ્વર ચોકડી પાસેથી પગપાળા ચાલીને લાલપર ગામે રહેતા સંતોષ દેવુભાઈ ડાક (૪૦) જતા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તે અકસ્માતના બનાવવામાં સંતોષભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર પાસે બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વાવડી રોડ ઉપર રહેતા સંજય રમેશભાઈ બારોટ (૩૨) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીમાં ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી તાલુકો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News