મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ભરડીયાની ઓરડીમાં વૃદ્ધે દીકરીના લગ્નની ચિંતામાં કર્યો આપઘાત


SHARE







વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ભરડીયાની ઓરડીમાં વૃદ્ધે દીકરીના લગ્નની ચિંતામાં કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના લિંબાળા ધાર પાસે આવેલ સ્ટોનના ભરડીયાની ઓરડીમાં રહેતા વૃદ્ધે તેની દીકરીની સગાઈ થતી ન હોવાથી ટેન્શનમાં આવી ગયા હતા અને તેને પોતાની ઓરડીની અંદર ળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ લિંબાળા ધાર પાસે ભારત સ્ટોન ક્રશર નામના ભડીયાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા હસમુખભાઈ ઉર્ફે હરિભાઈ મકવાણાએ ઓરડીમાં લોખંડની એંગલ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના દીકરા અશ્વિનભાઈ હસમુખભાઈ મકવાણાએ વાંકાનેર સિટી પોલીસે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હસમુખભાઈ મકવાણાની દીકરીની સગાઈ થતી ન હોવાથી તેઓ ટેન્શનમાં આવી ગયા હતા અને તેઓએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે






Latest News