મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો માટે મધૂરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન


SHARE







મોરબી જિલ્લાના ખેડૂતો માટે મધૂરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન

મોરબીમાં આગામી તા. ૨૨/૧ ને રવિવારના રોજ રમણ મહર્ષિ આશ્રમ ગૌશાળા લક્ષ્મીનગર મોરબી ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ઉત્સાહી ખેડૂતો માટે એક દિવસિય શિબિરનું આયોજન કરેલ છે. 

મોરબીમાં મધૂરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી માટે નિશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી, ગોપાલન, ઔષધીય વનસ્પતિ જેવા વિષયનું માર્ગદર્શન આપવામાં આવશે ૧૫૦ ગીર ગાયોની સફળ ગૌશાળાની મુલાકાત તથા વર્મીકંમ્પોસ્ટ માટે ડેમોસ્ટ્રેશન રાખેલ છે. તથા સજીવ ખેતી કરતાં સફળ ખેડૂતો પોતાના  અનુભવ જણાવશે. અને દૂધ ગોળના સફળ પ્રયોગના પ્રચારક ગૌપ્રેમી ભરતભાઇ પરસાણા, કિસાન ગૌશાળા રાજકોટના ચંદ્રેશભાઇ ખેડૂતોને ખાસ  માર્ગદર્શન આપશે. સાથે સાથે કિસાન સંઘ પ્રમુખ મોરબી, આત્મા પ્રોજેક્ટ અધિકારી મોરબી, હરડે પ્રચાર કેન્દ્ર મોરબી પણ આ શિબિરમાં ખેડૂતોને જુદા જુદા વિષય પર માર્ગદર્શન પુરુ પાડશે. આ શિબિરનો સમય સવારે ૯.૦૦ થી ૧.૩૦ સુધી રહેશે. અને ખેડૂતો માટે બપોરે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી કરીને આ શિબિરમાં જોડાવા ઇચ્છુક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને રજીસ્ટ્રેશન પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨ ૩૨૪૦૦) જીતુભાઇ ઠક્કર (૯૨૨૮૫ ૮૩૭૪૩) અને ડૉ. મધુસુદન પાઠક (૯૯૯૮૨ ૬૬૧૬૩) ના મોબાઈલ ઉપર સંપર્ક કરીને કરાવવાનું રહેશે.






Latest News