મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીસરા ગામે વર્ષો જૂની અદાવતમાં યુવાનની હત્યા થઈ હોવાનો ધડાકો


SHARE







માળિયા (મી)ના મોટા દહીસરા ગામે વર્ષો જૂની અદાવતમાં યુવાનની હત્યા થઈ હોવાનો ધડાકો

માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા દહીસરા ગામે નર્સરી નજીક રામદેવપીરનું મંદિર આવેલ છે અને મંદિર પાસે યુવાનની તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી આ બનાવની માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને મૃતકના દીકરાએ ગામના જ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતાની સાથે વર્ષો જૂની અદાવત હતી જેનો ખાર રાખીને તેની હત્યા કરવામાં આવી છે જેથી કરીને પોલીસે હાલમાં ફરિયાદ લઈને આરોપીને સકંજામાં લઈને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળુભાઈ ચાવડા જાતે આહિર (૪૭) ની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી છે અને આ બનાવની મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા માળિયા તાલુકા પોલીસ અને જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી માળીયા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને હાલમાં આ બનાવમાં મૃતકના દીકરા કિશોરભાઇ વિનોદભાઇ ચાવડા (૨૫)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા વિનોદભાઈ મૂળૂભાઈ ચાવડા (૪૭)ની મોટા દહીસરા ગામે આવેલ નર્સરી નજીક રામદેવપીરના મંદિર પાસે હતા ત્યારે તીક્ષણ હથિયારના આડેધડ ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી વધુમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતાને વીસ વર્ષ પહેલા ગામમાં જ રહેતા રમેશભાઈ ઉર્ફે હકાભાઈ ચંદુભાઈ મિયાત્રા સાથે સામું જોવા બાબતે અમ્ન્દુખ થયું હતું અને સાતેક વેશ પહેલા તેના કૌટુંબિક કાકા જેસંગભાઈ પરબતભાઇ ચાવડા સાથે તેને મનદુખ થયું હતું અને સમાજના આગેવાનોની સમજાવટથી તે મામલો થાળે પડ્યો હતો જો કે, મંગળવારે સવારે તેના પિતા નર્સરી નજીક રામદેવપીરનું મંદિર પાસે હતા ત્યારે ગાળા સહિત શરીરે સાત જેટલા તિક્ષણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી અને આ ઘટનાની ફરિયાદીને તેના સગા કાકા કાનાભાઈ મુળુભાઇ ચાવડાએ જાણ કરીને કહ્યું હતું કે રમેશભાઈ ઉર્ફે હકાભાઈએ મારા પિતાને છરીના ઘા મારીને તેની હત્યા કરી છે અને તેને લોહી વળી છરી લઈને ભાગતા જોયો હતો હાલમાં પોલીસે મૃતકના દીકરાની ફરિયાદ લઈને આરોપીને સકંજામાં લઈ લીધેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News