મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પતંગનો દોરો લાગતા આધેડ સારવારમાં


SHARE







મોરબીમાં પતંગનો દોરો લાગતા આધેડ સારવારમાં

મોરબીના ચકમપર ગામના રહેવાસી આધેડ બાઇક લઈને જીવાપર ગામ પાસેથી જતા હતા ત્યારે પતંગનો દોરો લાગી જતા સારવારમાં ખસેડાયા હતા.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા નટુભાઈ મોરભાઈ હમીરપરા ગામેથી પાવળીયારી જતા હતા ત્યારે જીવાપર ગામની પાસે તેમને પતંગનો દોરો લાગતા ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા જે અંગે બનાવની નોંધ કરીને તાલુકા પોલીસે તપાસ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગરમાં રહેતા વિનોદ નાનજીભાઈ ચાવડા નામના ૨૮ વર્ષના યુવાને તેના ઘરે ફિનાઈલ પી લેતા તેને ૧૦૮ વડે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ હિતકારી પેકેજીંગમાં રહેતા અને મજૂરી કામ કરતા કનૈયાલાલ મણીલાલ નામના ૫૩ વર્ષના આધેડને યુનિટ નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં સિવિલે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે સિવિલ હોસ્પિટલના સતાવાળા દ્રારા જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જિજ્ઞાશાબેન કણસાગરાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા લીલાબેન રાહુલભાઈ ભવાનભાઈ ઠાકોર નામના ૨૮ વર્ષના મહિલાએ તેના ઘેર અગમ્ય કારણોસર ફીનાઇલની ગોળીઓ પી લેતા તેમને મંગલમ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાતા પોલીસે તપાસ હાથ ધરી છે.મોરબીના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતો સુરેશ દેવીલાલ પવાર નામનો ૨૨ વર્ષનો યુવાન વાંકાનેર નજીકના વઘાસીયા ટોલનાકા પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લાતીપ્લોટ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં રહેતા સમીરશા અમીરશા ફકીર (ઉંમર ૨૯) સહીત ત્રણ લોકોને વિસાવદર પાસે ગાડી પલ્ટી મારી જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી લાવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલા કુડા ગામે રહેતો આરીફ અબ્બાસભાઈ સામતાણી નામનો ૧૧ વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબી લવાયો હતો.






Latest News