મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવા નાગડાવાસ પાસે ઇકો કાર બંધ ટ્રક સાથે અથડાતા ત્રણને ઇજા, સારવારમાં રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીના નવા નાગડાવાસ પાસે ઇકો કાર બંધ ટ્રક સાથે અથડાતા ત્રણને ઇજા, સારવારમાં રાજકોટ ખસેડાયા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નવા નાગડાવા ગામના પાટીયા પાસે બંધ ઊભેલા ટ્રકની પાછળ ઇકો કાર અથડાઈ હતી જે બનાવમાં રાજકોટના ત્રણ લોકોને ઈજા થતાં સારવારમાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

વધુમાં તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તા.૧ ના મોડી રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં નવા નાગડાવાસ ગામના પાટીયા પાસે રોડ સાઇડમાં ઉભેલ ટ્રકની સાથે ઇકો કાર અથડાઈ હતી જે બનાવમાં રાજકોટના રહેવાસી સવિતાબેન ધીરજભાઈ રાઠોડ (૪૨), શિલ્પાબેન ધીરજભાઈ રાઠોડ (૨૩) અને જય અરવિંદભાઈ રાઠોડ (૧૦) નામના ત્રણ લોકોને ઈજા થતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપીને ત્રણેયને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે બનાવ અંગે નોંધ કરી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મજૂર યુવાનનું મોત

મોરબીના જેતપર પીપળી રોડ ઉપર પાવળીયારી ગામની પાસે સિયારામ વિટ્રીફાઈડ નજીક આવેલ લીમોરેક્ષ સીરામીક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો નીરજકુમાર મોતીલાલસિંહ નામનો ૪૫ વર્ષનો યુવાન તા.૧-૧ ના વહેલી સવારે પાંચેક વાગ્યે કારખાનામાં કામ કરતો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડતા તે પોતાના લેબર કવાટરમાં ગયો હતો અને ત્યાં બેભાન થઈ ગયો હોય બેભાન હાલતમાં તેના સગા લાલ બહાદુર દ્વારા તેને સિવિલે ખસેડવામાં આવતા અહીં ફરજ ઉપરના તબીબે નીરજકુમારને મૃત જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના આંદરણા ગામનો અજીત ખોડાભાઈ બાંભવા નામનો ૨૧ વર્ષનો યુવાન ઉંચી માંડલ પાસે નર્મદાની કેનાલ નજીક એસિડ પી ગયો હતો જેથી તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે ભાણજીભાઈ લવજીભાઈ ચારોલા (ઉમર ૮૦) રહે.બેલા તા.મોરબી વાળા ખોખરા હનુમાન રોડ ઉપર પાવર હાઉસ નજીકથી બાઈકમાં જતા હતા ત્યારે રસ્તામાં બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થતા અત્રેની શિવમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર-૨ માં રહેતા આસિફ ગુલામ અજમેરી નામના ૩૨ વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પોલીસે જઈને તપાસ કરતાં ખુલ્યું હતું કે નવાડેલા રોડ ઉપર આવેલ કોમ્પલેક્ષમાં આંખમાં કોઈ ઝેરી દવા ઉડતા આસિફ અજમેરીને સારવાર માટે સિવિલે લવાયો હતો.જ્યારે મોરબીના કેનાલ રોડ બોરીયાપાટી વિસ્તારમાં રહેતી જાગૃતીબેન રાજેશભાઈ ડાભી નામની ૧૯ વર્ષીય યુવતીને ઘરે પાણીની ઇલેક્ટ્રિક મોટર બંધ કરવા જતા સમયે ઇલેક્ટ્રીક શોટ લાગતા હાથમાં ઇજાઓ થવાથી તેણીને પણ સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડવામાં આવી હતી.






Latest News