મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામ પાસે હોટલ નજીક રૂપિયાની લેતી દેતી બાબતે યુવાન ઉપર બેઝબોલના ધોકા વડે હુમલો


SHARE







મોરબીના ભરતનગર ગામ પાસે હોટલ નજીક રૂપિયાની લેતી દેતી બાબતે યુવાન ઉપર બેઝબોલના ધોકા વડે હુમલો

મોરબી નજીકના ભરતનગર ગામ પાસે આવેલ હોટલની બહારના ભાગમાં યુવાન સાથે પૈસા લેવા બાબતે એક શખ્સે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેને બેઝબોલના ધોકા વડે હાથમાં અને શરીરને મૂઢમાર મારીને ઇજા કરી હતી અને ગાળો આપી હતી જેથી કરીને યુવાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યશપાલભાઈ માવજીભાઈ કાનગડ જાતે આહિર (૩૦) નામના યુવાને માળિયા મીયાણા તાલુકાના જસાપર ગામે રહેતા કિશનભાઇ જસાભાઈ કાનગડ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામની સીમમાં કૃષ્ણ લીલા હોટલની બહારના ભાગમાં નંબર પ્લેટ વગરની ગ્રે કલરની સ્વિફ્ટ કારમાં આરોપી કિશનભાઇ કાનગડ આવ્યો હતો અને તેને પૈસા લેવા બાબતે ફરિયાદી યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને યુવાનને ગાળો આપી હતી તેમજ બેઝબોલના ધોકા વડે તેના હાથના કાંડા ઉપર અને શરીરે મૂઢમાર મારીને ઈજા કરી હતી અને અન્ય આરોપીઓએ પણ ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ કિશનભાઇ કાનગડ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News