મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામની બે વિદ્યાર્થિનીઓએ ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં કર્યો ઉત્કૃષ્ટ દેખાવ


SHARE







મોરબીના વનાળીયા ગામની બે વિદ્યાર્થિનીઓએ ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં કર્યો ઉત્કૃષ્ટ દેખાવ

નિપુણ ભારત મિશન અંતર્ગત ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ હતી જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ નંબર મેળવેલ ૬ જિલ્લાના બન્ને વિભાગમાં ૧૮-૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ સ્પર્ધામાં મોરબી જિલ્લા અને તાલુકાની વનાળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની અજાણા રાજવી અને પૈજા કાવ્યાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિભાગ-૨ વાર્તા નિર્માણ (ધો ૬ થી ૮) માં સમગ્ર ઝોન કક્ષાએ જિલ્લાનું નામ રોશન કર્યું છે અને અજાણા રાજવી નાગજીભાઈએ  તૃતીય નંબર મેળવ્યો છે માટે આ સિદ્ધિ બદલ ડાયટનાં પ્રાચાર્ય હસ્તક તેમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ વિદ્યાર્થિનીઓએ શાળાગામ અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જેથી કરીને શાળાનાં આચાર્યાસમગ્ર સ્ટાફ પરિવારએસ.એમ.સી. સભ્યો તેમજ ગ્રામજનોએ બન્ને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આ બંને હવે રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે તેવું આચાર્યએ જણાવ્યુ છે






Latest News