ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરે રહેતી પરિણીતાને કરિયવર માટે પતિ સહિત સાત સાસરિયાનો ત્રાસ


SHARE







વાંકાનેરમાં માવતરે રહેતી પરિણીતાને કરિયવર માટે પતિ સહિત સાત સાસરિયાનો ત્રાસ

વાંકાનેરના વીસીપારમાં રેલ્વે સ્ટેશનની બાજુમા માવતરે રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ, સસરા, દિયર સહિત આઠ સામે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિને આરોપીઓએ ખોટી ચડામણી કરતા તેને ઢીકા પાટુનો મુંઢમાર મારતા હતા અને વધુ કરિયાવર લાવવા માટે કહેતા હતા જેથી મહિલાની ફરિયાદ લઈને જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન્ના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ હાલમાં વાંકાનેરના વીસીપારમાં રેલ્વે સ્ટેશનની બાજુમા માવતરે રહેતી રીમાબા કરણસિંહ મનુભા જાડેજા જાતે દરબાર (૩૨)એ હાલમાં કરણસિંહ મનુભા જાડેજા(પતિ), મનુભા હેમુભા જાડેજા(સસરા), જનકબા મનુભા હેમુભા જાડેજા(સાસુ), અર્જુનસિંહ મનુભા હેમુભા જાડેજા (દિયર), રહે- બધા મુંગણી આશાપુરા મંદિરની બાજુમાં જીલ્લો જામનગર તથા જયેન્દ્રસિહ મનુભા રાઠોડ (નણંદોયા), મિતલબા જયેન્દ્રસિહ રાઠોડ(નણંદ), પ્રકાશસિંહ મનુભા રાઠોડ(નંદોયા) અને શીતલબા પ્રકાશસિંહ મનુભા રાઠોડ (નણંદ) રહે.-બધા સુત્રાપાડા બસ સ્ટેન્ડની નજીક નવદુર્ગા મંદિરની બાજુની કોલોની જીલ્લો સોમનાથ વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરીયાદીને નાની નાની બાબતે, ધરકામ બાબતે તેમજ પ્રેગ્નેન્સી દરમ્યાન સારવાર નહી કરાવી અને વધારે કરીયાવર લાવવા માટે દબાણ કરી અવાર-નવાર મેણા-ટોણા બોલી ભુંડા બોલી ગાળો આપી હતી અને ફરિયાદીના પતિને અવાર-નવાર ખોટી ચડામણી કરતા ઢીકા પાટુનો મુંઢમાર મારી દુ:ખ ત્રાસ આપી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક)૩૨૩૫૦૪ અને ૧૧૪ મુજ્બ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News