મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી મહિલાના પૂર્વ પતિએ દંપતીને આપી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં રહેતી મહિલાના પૂર્વ પતિએ દંપતીને આપી મારી નાખવાની ધમકી

મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈ.ટી.આઈ.ની સામે સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનની પત્નીનો પૂર્વ પતિ તેના ઘરે આવ્યો હતો અને ત્યાર બાદ યુવાનને તેમજ તેની પત્નીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મુળ હળવદ તાલુકાનાં ધનાળા રહેવાસી અને હાલમાં મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈ.ટી.આઈ.ની સામે સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા કુલદીપભાઈ પરષોતમભાઈ રાઠોડ જાતે અનુ.જાતી. (30) એ મહેશભાઈ તુલસીભાઈ પરમાર રહે. પ્રેમજીનગર વાળાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીની સાથે તેની પત્નીએ છૂટાછેડા લઈ લીધા હતા ત્યાર બાદ તેની સાથે બીજા લગ્ન કર્યા હતા જે આરોપીને ગમતું ન હતું જેથી તેને ફરિયાદી યુવાનની સાથે ઝઘડો કરવાના ઈરાદે તેઓના ઘરમા પ્રવેશ કરી ફરિયાદી અને તેની પત્નીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અગાઉ પણ તા.૧૫/૧૦/૨૦૨૨ ના રોજ રાતના સમયે આરોપી કુહાડો લઈને ફરિયાદીના ઘરે આવ્યો હતો અને તેને ગાળો આપીને મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ-૪૪૭૫૦૪૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News