મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એસીબીની ટીમે પોલીસની ઓળખ આપીને વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા ત્રણને દબોચ્યા


SHARE







મોરબી જિલ્લા એસીબીની ટીમે પોલીસની ઓળખ આપીને વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા ત્રણને દબોચ્યા

મોરબી જિલ્લા એસીબીની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાથી પાટડી વચ્ચે છટકું ગોઠવ્યું હતું ત્યારે પોલીસની ઓળખ આપીને વાહન ચાલકો પાસેથી રૂપિયા લેતા ત્રણ શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

મોરબી જિલ્લા એસીબીની ટીમે દસાડાથી પાટડી વચ્ચે ટ્રક તથા અન્ય વાહનો લઈને જતાં લોકો પાસેથી પોલીસની ઓળખ આપીને રૂપિયા ૧૦૦ થી લઈને ૧૦૦૦ સુધી લેનારા શખ્સોને પકડ્યા છે જેની માહિતી આપ્યા પીઆઇ જે.એમ. આલે જણાવ્યુ હતું કે, એસીબીના કર્મચારીઓ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારે પોલીસનું બોર્ડ લગાવેલ અલ્ટો કાર સાથે મયુદિન કેશુભાઈ સોલંકી, ઇમરાન અબ્દુલ ઢમઢમા અને અવેશ સીકંદર પરમાર લોકોના વાહનો ઊભા રખાવીને તેની પાસેથી રૂપિયા લેતા હતા ત્યારે પોલીસની ઓળખ આપીને ૨૦૦ રૂપિયાની લાંચ લેતા આ શખ્સો પકડાયા હતા જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ત્રણ મોબાઈલ જેની કિંમત ૧૬૦૦૦,  અલ્ટો કાર જેની કિંમત ૭૦૦૦૦ તથા ૨૦૮૧૦ રોકડા કબ્જે કરેલ છે 






Latest News