મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના ઉચી માંડલ પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના ઉચી માંડલ પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

 મોરબી નજીકના ઉચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે પડેલ દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજયું હતું જેથી તેના પિતા બાળકના મૃતદેહને લઇને સિવિલે આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી . 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના ઉંચી માંડલ ગામ પાસે ઓરાબોરા સિરામિકની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મંગીલાલ વ્યાસજીનો દસ વર્ષનો દીકરો રાજપાલ નર્મદાની કેનાલમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે નર્મદાની કેનાલમાં વહેતા પાણીની અંદર ડૂબી જવાથી રાજપાલનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને લઈને તેના પિતા મંગીલાલ વ્યાસજી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News