મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે એક સાથે ૯ મકાનોમાં તસ્કરોના ધામા


SHARE







માળીયા (મી)ના સરવડ ગામે એક સાથે ૯ મકાનોમાં તસ્કરોના ધામા

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે એક કે બે નહીં પરંતુ નવ જેટલા બંધ મકાનોના તાળાં તોડવામાં આવેલ છે જેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જો કે હજુ સુધી આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

માળીયા મિયાણાના સરવડ ગામે બંધ મકાનોના તાળા તસ્કરો દ્વારા તોડવામાં આવેલ છે અને એકી સાથે નવ મકાનમાં તાળાં તોડવામાં આવ્યા છે જો કે, તસ્કરોએ જે મકાનોને નિશાના બનાવેલ છે તે તમામ મકાન માલિકો હાલમાં મોરબીમાં રહે છે જેથી કરીને ચોરી કરવા માટે આવેલા શખ્સો શું ચોરી કરી ગયા છે અને કેટલાનો મુદામાલ ગયો છે તેની કોઈ માહિતી સામે આવી નથી જો કે, સરવડ ગામે એકીસાથે મકાનોના તાળાં તોડવામાં આવ્યા છે તેની માળીયા મિયાણાના પીએસઆઇને જાણ કરવામાં આવી હતી જેથી કરીને અધિકારી તેના સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા જો કે, આ સમાચાર લખાઈ  છે ત્યાં સુધી આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ ચોપડે નોંધાયેલ નથી






Latest News