મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના વાહન ચોરીના બે ગુનામાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીના વાહન ચોરીના બે ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વાહનચોરીના બે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. રાજકોટ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાહન ચોરીના ગુનામાં ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓએ મોરબી સીટી એ ડીવીઝન, બી ડિવિઝન તથા તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પણ વાહન ચોરી કરી હોવાની કેફિયત આપતા ક્રમાનુસાર જુદાજુદા ગુનાઓમાં આરોપીનો કબ્જો મેળવીને ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકના બે વાહન ચોરીના ગુનામાં હાલમાં પીએસઆઇ એસ.એમ.રાણા દ્રારા જેલ ખાતેથી ઓમપ્રકાશ ખંગારામ ખીલેરી બીશ્નોઇ (૨૫) રહે.આમ્બાકા  ગોલીયા બીશ્નોઇકી ઠાણી ઝાલોદ રાજસ્થાનની ધરપકડ કરવામાં આવેલ છે. પીએસઆઇ એસ.એમ.રાણા તથા સ્ટાફ દ્વારા ઓમપ્રકાશ બીશ્નોઇનો કબ્જો મેળવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મહિલા-આધેડ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે રહેતી ભાવુબેન માલીભાઈ પંચાલ નામની ૨૩ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર એસિડ પી લેતાં તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ આદરી હતી. જ્યારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના રહેવાસી રમેશભાઈ અંબાલાલભાઈ પ્રજાપતિ નામના ૫૦ વર્ષિય આધેડ ગામ નજીક પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત રમેશભાઈ પ્રજાપતિને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા.

આધેડ મહિલા સારવારમાં

મોરબી જિલ્લામાં આવેલ હળવદ વિસ્તારમાં રહેતા જશુબેન લાલાભાઇ ઝાપડા નામના ૫૨ વર્ષીય મહિલા કરાંચી કોલોની અન્નક્ષેત્ર પાસેથી જતા હતા ત્યારે બાઇકના પાછળના ભાગેથી તેઓ પડી જતા ઈજાગ્રસ્ત થયેલા જસુબેન ઝાપડાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ અર્થે હળવદ પોલીસને બનાવની જાણ કરી હતી.

 






Latest News