મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં બોરીયાપાટી પાસે ટાવરના વંડામાંથી ૧૫ કેવીના બે લાખની કિંમતના જનરેટરની ચોરી


SHARE







મોરબીમાં બોરીયાપાટી પાસે ટાવરના વંડામાંથી ૧૫ કેવીના બે લાખની કિંમતના જનરેટરની ચોરી

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી પાસે ઈન્ડેઝના ટાવર પાસેથી કિલોસ્કાર કંપનીના ૧૫ કેવિના જનરેટરની ચોરી કરવામાં આવી છે જેથી કરીને બે લાખ રૂપિયાની કિંમતના જનરેટરની ચોરી થઈ હોવા અંગેની હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા અશોકભાઈ પાલજીભાઈ રાઠોડ (૩૭) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૧૯/૧૨ ના રાત્રીના ૧૧:૦૦ વાગ્યાથી લઈને તા. ૨૪/૧૨ ના બપોરના ૩:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી પાસે ઇન્ડેઝના ટાવરના વંડામાં દિવાલનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરીને ટાવર પાસે રાખવામાં આવેલ કિલોસ્કર કંપનીનું ૧૫ કેવીનું જનરેટર જેની કિંમત બે લાખ રૂપિયાના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News