મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા પાસે ટ્રકની પાછળ બોલેરો અથડાતાં ગાડીમાં બેઠેક એક વ્યક્તિનું મોત, ગુનો નોંધાયો


SHARE











હળવદના ઢવાણા પાસે ટ્રકની પાછળ બોલેરો અથડાતાં ગાડીમાં બેઠેક એક વ્યક્તિનું મોત, ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસેથી પસાર થતા ટ્રકની પાછળના ભાગમાં બોલેરો ગાડીના ચાલકે તેની ગાડી અથડાવી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે બોલેરોમાં એક બેઠેલ વ્યક્તિને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે ટ્રક ડ્રાઇવર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસેથી ટ્રક નંબર જીજે ૧ સીવાય ૨૬૫૪ લઈને ફરિયાદી ગૌરીશંકર વિજયરામજીભાઈ મીના જાતે આદિવાસી (ઉંમર ૫૨) રહે. હાલ અમદાવાદ નારોલ અસલાલી રોડ કેવલ રોડ લાઇસન્સના ગોડાઉન વાળો પસાર થતો હતો ત્યારે તેના ટ્રકની પાછળના ભાગમાં બોલેરો ગાડી નંબર એમએચ ૪૫ જી ૧૩૩૦ ના ચાલક ક્રિષ્નાભાઈ કૈલાશભાઈ પરમાર (ઉંમર ૨૦) રહે જીરી ગામ ભગત ફળિયુ જાંબુવા મધ્ય પ્રદેશ વાળો આવી રહ્યો હતો અને તેણે પોતાની બોલેરો ગાડી ટ્રકની પાછળના ભાગમાં ધડાકાભેર અથડાવી હતી જેથી કરીને અકસ્માતો બનાવ બન્યો હતો જેમાં બોલેરોમાં બેઠેલ રતનભાઇને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવમાં ટ્રક ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News