મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વવાણીયામાં હનુમાનજી-બાબા નીમ કરૌલીના મંદિરનો કાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


SHARE







મોરબી જિલ્લાના વવાણીયામાં હનુમાનજી-બાબા નીમ કરૌલીના મંદિરનો કાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબીના વવાણીયા નજીક નવ નિર્માણ પામેલા ભગવાન હનુમાનના અવતાર ગણાતા બાબા નીમ કરૌલી અને હનુમાનજીના મંદિરનો તા ૨૮ થી ૩૦ ડિસેમ્બર ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે,જેમાં દેશ વિદેશ થી ભક્તો ખાસ ઉપસ્થિત રહેશે મોરબીના વવાણીયામાં જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં બાબા નીમ કરૌલીએ તેમના જીવનના ૧૦ વર્ષ સુધી સાધના કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે

આ નવ નિર્મિત મંદિર ઉપરાંત ૨૦ રૂમની ધર્મશાળા પણ બનાવવામાં આવી છે. તા ૨૮ ડીસેમ્બરના રોજ સવારે હવન,તા ૨૯ ડીસેમ્બરના રોજ બોપોરે પ્રાણ પ્રતિષ્ઠા બાદ તા ૩૦ ડીસેમ્બરથી મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે. એવું માનવામાં આવે છે કે બાબા નીમ કરૌલી ભગવાન હનુમાનના અવતાર હતા. કહેવાય છે કે, બાબા નીમ કરૌલીને ભગવાન હનુમાનની પૂજા કર્યા પછી ઘણી ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. અને લોકો તેમને હનુમાનજીનો અવતાર પણ માને છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દ્વની અલ્મોડા રોડ પર આવેલું નૈનીતાલનું કૈંચી ધામ મંદિર વિશ્ર્વ પ્રસિદ્ધ છે. મંદિરના સ્થાપક બાબા નીમ કરોલી મહારાજને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. બાબાની મહિમા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વખણાય છે. એપલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ ઉપરાંત ભારત અને વિદેશની ઘણી મોટી હસ્તીઓ બાબાના ભક્તોમાં સામેલ છે.






Latest News