મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી: નવી શિક્ષણ નીતિ મુજબ પહેલા ધોરણમાં પ્રવેશમાં છૂટછાટ આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી: નવી શિક્ષણ નીતિ મુજબ પહેલા ધોરણમાં પ્રવેશમાં છૂટછાટ આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત

નવી શિક્ષણ નીતિમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટેના નવા નક્કી કરાયેલા નિયમ ભવિષ્યમાં બાળકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે જેથી કરીને તેમાં છૂટછાટ આપવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને હાલમાં લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ નક્કી કરવામાં આવેલ છે જેમાં પહેલા ધોરણના પ્રવેશ માટે વય મર્યાદા ૬ વર્ષની કરવામાં આવેલ છે. જે પહેલા પાંચ વર્ષની હતી. અને આના માટે પ્રવેશ પાત્ર ઉપર માટે ની છેલ્લી તારીખ પહેલી જુને જ્ન્મેલા બાળકને તો પ્રવેશ મળશે પરંતુ બીજી જુને જન્મેલા બાળક ને એક વર્ષ પછી એટલે કે સાત વર્ષે પ્રવેશને લાયક ગણવામાં આવશે આવો નિયમ છે. એટલે કે એક દિવસ મોડું જન્મેલ બાળકને એક વર્ષ રાહ જોવી પડશે. માટે આવા નિયમમાં  ફેરફાર કરવાની માંગ કરેલ છે  

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, એક તો પહેલા જે પાંચ વર્ષની વય મર્યાદા હતી તેમાં એક વર્ષનો વધારો કરવામાં આવેલ છે. અને ઉપરથી નિયમ જડતાના કારણે એક દિવસ પાછળ જન્મેલા બાળકને વધારાના એક વર્ષ પછી પ્રવેશ મળશે. જેથી આ બાળકને પોતાની ભવિષ્યમાં દરેક જગ્યાએ એક વર્ષ પાછળ રહેવાનો વારો આવશે અને ખાસ કરીને સરકારી નોકરીમાં વય મર્યાદાઓ હોય છે. જેમાં આવા એક વર્ષ પછી પ્રવેશ મેળવનાર બાળકોને સરકારી નોકરીમાં ચાન્સ અન્ય બાળક કરતા ઓછો  મળવાના કારણે નોકરીથી વંચિત રહેવાનો વારો આવશે જેથી કરીને આવા જડ નિયમમાં ફેરફાર કરીને ઓછામાં ઓછા છ માસની છુટ આપવામાં આવે તેના માટે કેન્દ્ર સરકારમાં યોગ્ય રજુઆતો કરીને સકારાત્મક નિર્ણય  આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News