ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના ચકચારી હત્યા કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છુટકારો


SHARE











હળવદના ચકચારી હત્યા કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છુટકારો

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચકચારી હત્યા કેસના આરોપીઓનો કેસ આજે મોરબી કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે કેસના બધા આરોપીઓનો મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાંથી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરવામાં આવેલ છે

હળવદ પોલીસે તા.૪-૮-૨૦ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, આરોપીઓએ ફરીયાદીના દીકરા લાલાભાઈને મોબાઈલ ચોરી બાબતે મનદુખ રાખી શરીરે લાકડીઓ વડે જીવલેણ ઘા કરીને હત્યા કરેલ છે જેથી કરીને પોલીસે ગુનો રજીસ્ટર કરીને આરોપી પકો નવલગીરી બાવાજી, રવીભાઈ ભરાભાઈ રબારી, અનીલભાલ જેરામભાઇ કોળીની ધરપકડ કરી હતી અને આઈ.પી.સી. કલમ ૩૦૨ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલો હતો અને તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા અને આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદીથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી.

આ કેસમાં ફરીયાદી પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવો જોઈએ જે કરી શકેલ નથી. તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વીવીધ ચુકાદાઓ રજુ કરી દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ વિરુદ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય. બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા






Latest News