મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવાનને માર મારનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં હાથ ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવાનને માર મારનાર આરોપીની ધરપકડ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતા યુવાને તેના કાકાના દીકરાને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા જે પરત માગ્યા હતા જેથી યુવાનને તેના કાકાના દીકરાએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ કૈણક્ણાની વાડીમાં રહેતા સુનિલભાઈ હરજીવનભાઈ પરમાર જાતે સતવારા (૩૧) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કાકાના દીકરા બાબુલાલ ઉર્ફે કારો પ્રભુભાઈ પરમાર જાતે સતવારા રહે. કામધેનું પાર્ટી પ્લોટ પાછળ કૈણક્ણાની વાડી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, છ વર્ષ પહેલાં તેણે બાબુલાલને ૫૦૦૦ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા જે પૈકીના ૫૦૦ રૂપિયા તેણે પરત આપ્યા હતા જોકે સાડા ચાર હજાર રૂપિયા લેવાના બાકી હતા તેની ઉઘરાણી કરી હતી જે બાબતે તેને અગાઉ માર માર્યો હતો ત્યારે ફરિયાદ નોંધાવી ન હતી જો કે, બાબુલાલે તેને અજીતભાઈ જાલરીયાના કારખાનાનું ઉલિયાનું કામ તે કરે છે તે બંધ કરવા માટે કહ્યું હતું જો કે, ફરિયાદી યુવાને તે કામ બંધ કર્યું ન હોવાથી તેને ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન એ.એમ. ઝપડિયાએ આરોપી બાબુલાલ ઉર્ફે કારો પ્રભુભાઈ પરમાર જાતે સતવારા (૨૯) રહે. કામધેનું પાર્ટી પ્લોટ પાછળ કૈણક્ણાની વાડી વાળાની ધરપકડ કરેલ છે






Latest News