મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને તેની બહેનને માર મારનાર બે મહિલા સહિત ચારની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાન અને તેની બહેનને માર મારનાર બે મહિલા સહિત ચારની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં અગાઉ મારામારી થયેલ હતી ત્યાર બાદ તે બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ હતી જેમાં યુવાન અને તેની બહેનને માર માર્યો હતો જે ગુનામાં પોલીસે હાલમાં બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે.

મોરબીના ઇન્દિરાનગરમાં રામદેવપીરના મંદિર સામે રહેતા મનીષાબેન હનાભાઈ ચાવડા (૨૭) એ જેતે સમયે આનંદભાઈ દિનેશભાઈ ચાવડા, રીષીભાઈ દિનેશભાઈ ચાવડા, કમળાબેન દિનેશભાઈ ચાવડા તથા શીલ્પાબેન આનંદભાઈ ચાવડા રહે. બધા ઈન્દિરાનગર મોરબી-૨ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતુ કે, તેના ભાઈ મનસુખભાઇ સિગરેટ પિતા હતા ત્યારે આરોપી આનંદભાઈ અને રીષીભાઈએ ત્યાં આવીને 'તું અમારી સામે સીગરેટ પીવે છે..?' તેવું કહીને ગાળો આપી હતી જેથી મનસુખભાઇએ ગાળો આપવાની ના કહેતા બંને શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ફરિયાદી બહેન તેના ભાઈને છોડાવવા માટે વચ્ચે પડી હતી અને ત્યાર બાદ બંને ભાઈ બહેન ઘર બાજુ જતાં હતા ત્યારે કમળાબેન દિનેશભાઈ ચાવડા તથા શીલ્પાબેન આનંદભાઈ ચાવડાએ ત્યાં આવીને ગાળો આપી હતી અને આરોપી આનંદભાઈ અને રીષીભાઈએ ફરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને રીષીભાઈએ તેની પાસે રહેલ છરી વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીના ભાઈને હાથમાં છરી વાગી જતાં આંગળીમાં ઇજા થયેલ હતી અને ફરિયાદીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં બી ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી જે.જે. ડાંગર દ્વારા હુમલો કરનાર આનંદ દિનેશ ચાવડા (૩૨), રીષી દિનેશ ચાવડા (૨૪), કમળાબેન દિનેશભાઈ ચાવડા (૫૦) અને શિલ્પાબેન આનંદભાઈ ચાવડા (૩૦) રહે. ચારેય ઇન્દિરાનગર માળિયા ફાટક પાસે સામાકાંઠે મોરબી-૨ ની ધરપકડ કરેલ છે.

ઊંચાઈએથી પડી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે લાલપર પાસેના સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં ઊંચાઈએથી નીચે પડતા ગૌરાંગ ચૈતન્યપ્રસાદ બારીક નામના મજૂર યુવાનને મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો અને જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં યુવાનને ઇજા

મોરબીના સૂર્યકિર્તીનગર કેનાલ પાસે આવેલ રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતો દિવ્યાંશું રમેશભાઈ ભીમાણી નામનો ૨૦ વર્ષનો યુવાન બાઈક લઈને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેના આશાપુરા રસ પાસેથી જતો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને હડફેટ લેતા ઇજા પહોંચતા દિવ્યાંશું ભીમાણીને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે






Latest News