મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે લૂંટ..? : યુવાન ઉપર ત્રણ અજાણ્યા શખ્સોનો પથ્થર વડે હુમલો


SHARE







મોરબીના બંધુનગર પાસે લૂંટ..? : યુવાન ઉપર ત્રણ અજાણ્યા શખ્સોનો પથ્થર વડે હુમલો

મોરબી પંથકમાં છેલ્લા દિવસોમાં ચોરી અને લૂંટના બનાવોએ માઝા મૂકી છે.થોડા દિવસો પહેલા સરતાનપર રોડ ઉપર કારખાનાની પાછળ જાજરૂ માટે ગયેલ યુવાનને પથ્થર વડે માર મારી રોકડ-મોબાઈલ લૂંટી લેવામાં આવ્યા હતા તે બનાવની સાહી સુકાઈ નથી ત્યાં મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જ બંધુનગર પાસે યુવાનને આંતરીને ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા માથામાં પથ્થરના ઘા ઝીંકીને લૂંટના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. 

લુંટના ઇરાદે મારામારીના બનાવની મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર નજીક આવેલ એડોર સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સત્યજીત સીન્કુ નામનો ૨૧ વર્ષીય મજૂર પરપ્રાંતિય મજુર તા.૨૬ ની મોડીરાત્રીના બે વાગ્યાના અરસામાં બંધુનગર પાસે આવેલ એડોર સીરામીક પાસેથી જતો હતો ત્યારે તેની પાસે ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા હતા અને સત્યજીતને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકીને લુટના ઇરાદે તેના ઉપર હુમલો કર્યો હતો અને સત્યજીત પાસે રહેલ રૂા.૮૦૦ જેવી રોકડ લૂંટીને ત્રણ અજાણ્યા ઇસમો ભાગી છુટ્યા હતા.બાદમાં ઇજાગ્રસ્ત થયેલા સત્યજીતને રાહુલ રાજપુત નામના યુવાને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડ્યો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા આ બનાલ અંગે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે અગાઉ સરતાનપર રોડ ઉપર થયેલ લૂંટના બનાવમાં પણ ફરિયાદ નોંધાઇ નથી આ બનાવમાં ફરિયાદ નોંધાય છે કે કેમ તે હવે જોવું રહ્યું.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા રોટનલાલ અશોકલાલ શર્મા નામનો ૩૨ વર્ષનો યુવાન વાંકાનેર તરફથી મોરબી બાજુ આવતો હતો ત્યારે રસ્તામાં બેલ સીરામીક રફાળેશ્વર નજીક તેના બાઇક સાથે ગાય અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા થતાં રોટનલાલ શર્માને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા રાજેશ બાબુ દેગામા નામના ૩૮ વર્ષીય યુવાનને ગામમાં કોઈના દ્વારા માર મારવામાં આવેલો હોય તેને સારવાર માટે ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તજવીજ ચલાવવામાં આવી રહી છે






Latest News