મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં આડા સબંધનો આક્ષેપ કરીને પત્નીને હોકી વડે માર મારનાર પતિની ધરપકડ


SHARE







મોરબીમાં આડા સબંધનો આક્ષેપ કરીને પત્નીને હોકી વડે માર મારનાર પતિની ધરપકડ

મોરબીની આદર્શ સોસાયટીમાં રહેતી પરણીતા ઉપર આડા સબંધનો આક્ષેપ કરીને તેના પતિએ હોકી વડે માર માર્યો હતો અને જેથી મહિલાને માથામાં હેમરેજ જેવી ઈજા થઈ હતી અને તેના બાળકને પણ ઈજા થઈ હોવાથી બંનેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ પરિણીતાએ તેના પતિ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં પત્નીને માર મારનાર પતિની ધરપકડ કરેલ છે.

મોરબીમાં શનાળા રોડ ઉપર સરદારબાગની પાછળના ભાગમાં આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા શ્રદ્ધાબેન નીરવભાઈ રાજપરા જાતે પટેલ (ઉમર ૩૨) એ તેના પતિ નીરવભાઈ વલ્લભભાઈ રાજપરા રહે.આદર્શ સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ નીરવભાઈએ તેને હોકી વડે તેને માર માર્યો હતો અને માથામાં હોકી મારીને હેમરેજ કર્યું હતું જેથી તે મહિલાને આઠથી દસ જેટલા ટાંકા આવ્યા હતા અને ડાબા હાથના કાંડામાં અને શરીરે પણ ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેના દીકરા વિધાન રાજપરા (ઉમર ૬) ને પણ ઇજા થઈ હતી જેથી કરીને માતા પુત્ર બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ શ્રદ્ધાબેન રાજપરાએ તેના પતિની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ટ્યુશનમાંથી તેના પતિ તેના દીકરાને લઈ ગયા હતા અને ત્યાર બાદ તેના દીકરાને લાફા માર્યા હતા જેથી પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થયેલ હતી અને તેના પતિએ તેને હોકી વડે માર માર્યો હતો અને મેહુલભાઈ, અજયભાઈ લોરીયા અને હર્ષદભાઈ સાથે તારે આડા સબંધ છે તે તું સ્વીકારી લે નહીં તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી આમ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપી પતિ નીરવભાઈ વલ્લભભાઈ રાજપર (ઉમર ૩૪) રહે. આદર્શ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં ઇજા પહોંચતા ઈકબાલ ગુલમહમદભાઈ માણેક (૩૭) રહે. વીસીપરા અને હનીફ મોહમ્મદભાઈ જેડા (૩૪) રહે. શોભેશ્વર રોડને ઇજાઓ પહોંચતા બંનેને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા ગણેશ રારૂકાભાઈ ગોધરીયા નામના ૪૫ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા સાજીદ સલીમભાઈ ખોડ નામના ૩૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ કરતા ખુલ્યુ હતુ કે સાજીદ બાઈક લઈને જતો હતો ત્યારે મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશનની પાસે અજાણી કારના ચાલકે તેને હાડફેટ લેતા ઈજા પામેલ હોય તેને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો






Latest News