મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી) કંડલા હાઇવે ઉપર ડમ્પર પાછળ ટ્રક ટ્રેલર અથડાતાં ડ્રાઈવરનું મોત


SHARE











માળીયા (મી) કંડલા હાઇવે ઉપર ડમ્પર પાછળ ટ્રક ટ્રેલર અથડાતાં ડ્રાઈવરનું મોત

માળીયા કંડલા હાઇવે ઉપર આવેલ વિશાલા હોટલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે બેફિકરાઈ થી પોતાનું વાહન ચલાવીને આગળના ભાગે જતાં ડમ્પરની પાછળના ભાગમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને ટ્રક ડ્રાઇવરને માથામાં અને શરીરને ગંભીર જતા હતા તેનું મોત નીપજયું છે હાલમાં માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતના આ બનાવની ફરિયાદ નોંધને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં ગાળા ગામે રતિભાઈની વાડીએ રહેતા બાકૂભાઈ ગોબરિયાભાઈ બાબેરીયા જાતે આદિવાસી (ઉંમર ૪૫) એ ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીવાય ૧૮૧૫ ના ચાલક નવલકિશોર ઉર્ફે નવલરાય કલીકારાય યાદવ જાતે આહિર (ઉંમર ૪૨) રહે હાલ કચ્છ ભુજ મૂળ બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીએ પોતાના હવાલા વાળું ટ્રક ટ્રેલર બેફિકરાયથી ચલાવીને આગળ જતા ફરિયાદી યુવાનના ડમ્પર નંબર જીજે ૩૬ ૮૧૦૪ ની પાછળના ભાગે ઠાઠામાં તેનો ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં ટ્રક ટ્રેલરના ડ્રાઇવરને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં ડમ્પર ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક ટ્રક ટ્રેલરના ડ્રાઇવરની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધાનું મોત

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સી ખાતે જમના ટાવર ફ્લેટ નંબર ૧૦૨ માં નિર્મળાબેન કનકકુમાર ચૌહાણ (ઉમર ૫૭) રહે. ગઢની રંગ સામે નવાગઢ તાલુકો જેતપુર વાળા હતા ત્યારે તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેઓના પતિ કનકકુમાર નટવરલાલ ચૌહાણ (ઉંમર ૬૧) તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News