મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે બાઇક દૂર ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો


SHARE







મોરબીના ધુળકોટ ગામે બાઇક દૂર ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો

મોરબી તાલુકાના ધુળકોટ ગામે શેરીમાં ઉભેલ યુવાન પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા શખ્સને બાઈક થોડું દૂર ચલાવવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા બાઈક ચાલક સહિત ચાર શખ્સો દ્વારા યુવાનને ગાળો આપીને લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા યોગેશભાઈ બાબુલાલ જાવિયા જાતે કડિયા (ઉંમર ૩૦) એ હાલમાં મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે તન્મય મગનભાઈ કોરિયા અને મગનભાઈ ગોવિંદભાઈ કોરિયા રહે બંને ધુળકોટ તેમજ મયંક જીતુભાઈ કડિયા અને મયંકનો ભાઈ રહે. બને બોડકા તાલુકો જોડીયા વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ધુળકોટ ગામે તે શેરીમાં ઉભો હતો ત્યારે તન્મય તેનું મોટરસાયકલ તેની બાજુમાંથી લઈને નીકળ્યો હતો જેથી તેને તેનું મોટરસાયકલ થોડું દૂર ચલાવવા માટે થઈને ફરિયાદી યોગેશભાઈએ કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદી યુવાન સાથે ઝઘડો કરીને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ તન્મય અને તેના પિતા મગનભાઈએ લાકડી વડે તેને માર માર્યો હતો અને મયંક તેમજ તેના ભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગાર

માળીયા મીયાણાના માતમ ચોક પાસે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે હનીફભાઈ ઉર્ફે અંધો જુમાભાઇ સમાણી જાતે મિયાણા (ઉંમર ૪૦) રહે માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૪૭૦ ની રોકડ કબજે કરી તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News