મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

માળીયા મીંયાણાના વવાણીયા પ્રા.શાળામાં આનંદ મેળાનું આયોજન


SHARE











મોરબી : માળીયા મીંયાણાના વવાણીયા પ્રા.શાળામાં આનંદ મેળાનું આયોજન

માળિયા મિયાણા તાલુકાની શ્રી વવાણીયા કન્યા શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ.જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વાનગીઓ જેવી કે ભેળ, પાણીપુરી, ભૂંગળા બટાકા, બ્રેડ બટાકા, ચણા મસાલા, મસાલા દાળ, વેજીટેબલ સેન્ડવિચ , મસાલા છાસ અને જનરલ સ્ટોર જેવા અલગ અલગ સ્ટોલ ઉભા કરી વેચાણ કરવામાં આવ્યું અને તમામ સ્ટોલનું સંચાલન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ.માળિયા તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર મહેન્દ્રભાઈ રાઠોડ તથા મોરબી જિલ્લા એસટીપી કો-ઓર્ડીનેટર ડાભીએ આ આનંદ મેળાની મુલાકાત લઈ બાળાઓનો ઉત્સાહ વધારેલ તથા કાર્યક્રમના આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને બિરદાવેલ.તે ઉપરાંત સ્થાનિક લોકો તથા શ્રી વવાણીયા કુમાર શાળાનાં બાળકો તથા શ્રી લક્ષ્મીવાસ પ્રાથમિક શાળાના બાળકોએ તથા શિક્ષકોએ આનંદ મેળાની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો સ્વાદ માણી બાળાઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં વ્યવહારુ કુશળતા, પ્રમાણિકતા, આત્મનિર્ભરતા, નાણાકીય કુશળતા અને કુકિંગ કૌશલ્યનો વિકાસ થાય તેવો શાળા પરિવારનો ઉદ્દેશ્ય હતો જે ઘણે ખરે અંશે સિદ્ધ થયો હતો.સુંદર આયોજન બદલ શાળાના આચાર્ય ઇશ્વરભાઇ સાવરીયાએ સ્ટાફને અભીનંદન પાઠવ્યા હતા.






Latest News