મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે ૨૯ લાખની લૂંટ કરનાર શખ્સો પોલીસના સકંજામાં


SHARE







મોરબીના પીપળી ગામ પાસે ૨૯ લાખની લૂંટ કરનાર શખ્સો પોલીસના સકંજામાં

મોરબીના પીપળી ગામે આવેલ કારખાનેથી રોકડા રૂપિયા ૨૯ લાખ થેલામાં લઈને પોતાના ઘર બાજુ જઈ રહેલા યુવાનના બાઈકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા પાછળથી ઠોકર મારી હતી અને ત્યાર બાદ તેને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ૨૯  લાખની લૂંટ કરીને ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે જુદીજુદી ટીમો બનાવીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને હાલમાં આ ગુનામાં લૂંટની ઘટનાને અંજામ આપનારા આરોપીઓ પોલીસના સકંજામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબી નજીકના પીપળી ગામે રહેતા ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) સીરામીક કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતી કિલન બનાવતી કેલે ફેકશન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપની પીપળી ગામ પાસે આવેલ છે તેમાં કેસીયર તરીકે કામ કરે છે કે થોડા દિવસો પહેલા પોતાનું કામકાજ પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા

ત્યાર બાદ ચંદ્રેશભાઇ શિરવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મહાદેવ મગન આંગડિયા પેઢીમાંથી દસ લાખ રૂપિયાનું આંગળીઓ આવ્યું હતું તેમજ શેઠ હિતેશભાઈ ૨૦ લાખ રૂપિયા રોકડા આપી ગયા હતા. આમ તેની પાસે કુલ મળીને ૩૦ લાખ રૂપિયા હતા જેમાંથી એક લાખ રૂપિયા તેણે ભાડા પેટે ચૂકવી આપ્યા હતા અને બાકીના ૨૯ લાખ રૂપિયા તેની પાસે હતા જે ૨૯ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી 

જેથી મોરબી તાલુકા, એલસીબી અને એસઓજીની જુદીજુદી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ આધારે લૂંટારુઓ સુધી પહોચવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લૂંટની આ ઘટનાને ડિટેક્ટ કરવામાં આવે તેના માટે ગણતરીની કલાકો ગણાઈ રહી છે અને પોલીસ દ્વારા કેટલા શખ્સોને સકંજામાં લઈને તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે અને આવતી કાલે સાંજ સુધીમાં લૂંટની ઘટનાને લઈને સત્તાવાર ડિટેકશનની માહિતી જાહેર કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા  છે






Latest News