મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ નજીક વાડીએ ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







હળવદ નજીક વાડીએ ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ નજીક આવેલ વાડીએ રહેતા યુવાને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાના કારણે તેનું મોત નિયજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા અને હાલમાં હળવદ નજીક આવેલ અમુબેન ભરવાડની વાડીએ રહેતા મૂળજીભાઈ વિભાભાઈ શેખાણી (ઉંમર ૩૫) નામના યુવાને પોતાની જાતે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વિક્રમભાઈ કલાભાઈ ગોહિલ જાતિ કોળી (ઉંમર ૨૪) રહે. હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન ધૂની મગજનો હતો અને એકલવાયુ જીવન જીવતો હતો અગાઉ તેણે બે વખત ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને હાલમાં તેણે ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી અસર થવાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

વૃદ્ધાનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા શાંતાબેન અમરશીભાઈ દલસાણીયા (ઉંમર ૭૪) નું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બાબતે સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News