મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોના પુતળાનું મોરબીમાં ધારાસભ્યએ કર્યું દહન


SHARE







પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોના પુતળાનું મોરબીમાં ધારાસભ્યએ કર્યું દહન

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ જે વાણી વિલાસ કર્યો હતો તેને લઈને તેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કલેકટરને આવેદન પણ આપવામાં આવ્યું છે અને પાકિસ્તાનનાં વિદેશમંત્રી માફી માંગે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, તાજેતરમાં યુએનએસસીની બેઠકમાં ભારતના વિદેશ મંત્રીના આતંકવાદ વિરુદ્ધ કડક વલણ અપનવાના મુદ્દે કોઈ જવાબ આપવાની અવસ્થામાં ન હોય પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોએ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બફાટ કર્યો હતો અને હીન કક્ષાનું નિવેદન આપ્યું હતું જેની સામે આક્રોશ વ્યક્ત કરવા માટે તેના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું






Latest News